મૃતક મહિલાના સ્નેહીજનો લીમડી ખાતે પહોંચ્યા હતા, માતા પુત્રની મૃતદેહોને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને બંનેના પીએમ કરાવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ડબલ મર્ડરના (murder) ફરાર હત્યારાને પોલીસ શોધી રહી હતી, ત્યારે વહેલી સવારે લીંબડીના ધંધુકા રોડ પર આવેલી તલાવડી નજીકની વાડીમાં હત્યારા ચિરાગની લટકતી હાલતમાં લાશ મળી હતી. આરોપીએ ઝાડ પર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હતી.
શું હતો સમગ્ર મામલો
મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી માતા અને પુત્રની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમાં પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રની હત્યા પતિએ નીપજાવી હોવાની આશંકાઓ સેવાઈ હતી. એમાં પતિ ઘરમાં હાજર મળી ન આવતાં પોલીસે પતિને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
માથાભારે યુવકની હત્યા કરનાર ચાર ગણતરીના કલાકોમાં ચીખલી પાસેથી ઝડપાયા
સુરતમાં ફરી સંબંધો લજવાયા! પાંચ સંતાનોના નરાધમ પિતાની કરતૂત વાંચી તમારું પણ લોહી ઉકળી ઉઠશે!