અમદાવાદ જિલ્લાના કણભામાં આસિટન્ટ સબ ઇન્સ્પેક્ટરની હત્યા કેસમાં ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે આ વિસ્તારમાં પોલીસકર્મીઓની બુટલેગર સાથે સાંઠગાંઠ હોય તેવા એક બે નહીં પણ 15 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે.
કણભામાં આસિટન્ટ સબ ઇન્સ્પેક્ટરની હત્યા કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપીની રાજસ્થાનથી સ્ટેટ મોનેટરીંગ સેલે ધરપકડ કરી હતી. આરોપી બુટલેગર ભૂપી ઝડપાયા બાદ તેના ફોનની તપાસ બાદ તેના સંપર્કમાં રહેલા પોલીસકર્મીઓના નામ ખુલ્યાં હતા. એ તમામ પોલીસકર્મીઓને જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના 12 અને ગાંધીનગરના 3 પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનની હદમાં ખેડાથી અમદાવાદ જવાના રસ્તા પર મંગળવારે રાતના સમયે કારમાં દારૂનો જથ્થો લઇને જઇ રહેલા બુટલેગરની કારને રોકવા માટે પોલીસની પીસીઆરને ચેકપોસ્ટ રસ્તા પર ઉભી રાખી હતી. પરંતુ, બુટલેગરે કારને રોકવાને બદલે પીસીઆર વાનને ટક્કર મારી હતી. જેમાં વાન પલ્ટી જતા આસિટન્ટ સબ ઇન્સ્પેક્ટરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે કણભા પોલીસે બુટલેગર સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
whatsapp group please click below link nbmn
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
સુરત/ ચાર વર્ષની બાળકી પર જાતીય હુમલો કરનાર પરિણીત યુવાનને 20 વર્ષની સખ્તકેદ
હચમચાવતી ઘટના, પિતાના ટ્રેક્ટર નીચે કચડાઈ જતા 5 વર્ષના માસુમ પુત્રનું મોત
મહિલા જજ જ્યોત્સના રાયે કરી આત્મહત્યા, સરકારી આવાસમાં લટકતો મળ્યો મૃતદેહ