- મધ્યમ વર્ગના નિશારનુ ડ્રોમા નામ તો નીકળ્યુ પરંતુ એની ઈચ્છા હતી તેની માતાને ઉમરાહ કરાવવાની
તારીખ 11 ફેબ્રુઆરી ના રોજ વાઘોડિયા ખાતે મુસ્લિમ ખત્રી બાવીસી જમાત ના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 38 યુગલોએ નિકાહ ની રશ્મ અદા કરી હતી આ સમૂહ લગ્નમા પોતાના બાળકોને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટે આકર્ષાય તે માટે 38 યુગલોમાંથી ડ્રો કરી એક યુગલને ઉમરાહ કરવા માટેનો ખર્ચ આપવાની જાહેરાત ડોક્ટર હાજી ફરીદભાઈ હાજી સુલેમાનજી ખત્રી ડભોઈ એ કરી હતી નિકાહ ની રશ્મ પુર્ણ થયા બાદ સમૂહ લગ્નના સમિયાણામાં જ 38 યુગલો ના નામની ચિઠ્ઠીઓં બનાવી તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવી હતી જેમાં 7 નંબર ના યુગલ બોડેલીના ખત્રી નિશાર એહમદ સલીમભાઈ અને ખત્રી બુશરાબેન મોહમ્મદ રફીકભાઈ નુ નામ નીકળ્યુ હતુ.
મધ્યમ ગરીબ વર્ગના નિશાર ભાઈનુ નામ તો નીકળ્યુ પરંતુ તેની ઈચ્છા તેની માતા ને પણ ઉમરાહ ની કરાવવાની હતી જેના કારણે તે મૂંઝવણમા હતો આ વાતની જાણ સખીદાતા ને થતા તેમને નવયુગલ સાથે તેની માતાને પણ ઉમરાહ કરાવવાનો ખર્ચ પણ તે આપશે તેવી સમૂહ લગ્ન કમિટીને જાણ કરી હતી જેથી વાઘોડિયા સમૂહ લગ્ન કમિટી ના સભ્યો નવ પરિણીત યુગલના બૉડેલી ખાતે ઘરે જઈ અને યુવાનની માતા ખત્રી અજીજા બેનને પણ ઉમરાહ કરવા જવાનું છે તેમ જણાવતા નવ પરણીત યુગલના પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી વાઘોડિયા સમૂહ લગ્ન એડહોક કમિટીના ખત્રી હાજી હસનભાઈ આતીવાલા, ખત્રી હાજી મુસ્તુફાભાઈ સાગાડોલવાલા, ખત્રી હાજી મહેબુબભાઇ ઉર્ફે જીગાભાઈ,ખત્રી ગુલામભાઈ હાજી યાકુબભાઈ, ખત્રી સલીમભાઈ હાજી યાકુબભાઈ, ખત્રી ફયાજભાઈ ફિરોજભાઈ સાધલીવાલા,ખત્રી જુનેદ અહેમદ હાજી મુસ્તુફા ખટામવાલા, દ્વારા ફૂલહાર થી સ્વાગત કરી મુબારકબાદી આપવામાં આવી હતી
સમૂહલગ્નમા ભાગ લેનાર બોડેલીના આ પરિવારે સખી દાતા તેમજ વાઘોડિયા સમૂહ લગ્ન એડહોક કમિટીના પ્રમુખ હનીફભાઈ હાજી રહીમભાઈ રામેશરાવાલા, સલીમભાઈ હાજી યાકુબભાઈ , હાજી હસનજી સુલતાનજી આતીવાલા. સેક્રેટરી, હાજી મુસ્તુફા ઉસ્માનજી સંગાડોલવાલા, જુનેદભાઈ મુસાભાઇ ખટામવાળા સમૂહ લગ્ન કમિટી વાઘોડિયા સહીત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો
સુલેમાન ખત્રી – છોટાઉદેપુર