- દાતા, વયોવૃદ્ધ સેવા અર્પણ કરનારાં ટ્રસ્ટી મંડળ નાં વયોવૃદ્ધ સભ્ય, શિક્ષકો નાં સન્માન કરાયાં
- શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમ રજુ કરી ઊપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા
ઉના શહેર નાં અંજાર રોડ પર આવેલ ગુલિસતા માધ્યમિક શાળા નાં ગ્રાઉન્ડ ખાતે ગુલિસતા પ્રાથમિક શાળા નો ભવ્યાતિભવ્ય વાર્ષિકોત્સવ શાળા નાં સંસ્થાપક હાશ્મી મીયા ઉર્ફ પીરબાપુ નાં અદ્યક્ષતામાં અને પ્રમુખ ઈકબાલભાઈ ભિસ્તી ની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત દરેક શાળા ને આર્થિક, સામાજીક,તેમજ આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રદાન આપનાર સખી દાતા તેમજ શાળા નાં વયોવૃદ્ધ ટ્રસ્ટી મંડળ નાં હોદેદારો અને શાળા માં વર્ષો થી નિષ્ઠાવાન શિક્ષક તરીકે કામગીરી કરતાં શિક્ષકો ને સન્માનિત શાળા નાં સંસ્થાપક હાશ્મી મીયા ઉર્ફ પીરબાપુ નાં વરદ્ હસ્તે મોમેનટો અને શાલ ઓઢાડી ને કરાયાં હતાં આ તકે ગાયનેક નિષ્ણાત મહિલા ડોક્ટરો અલ્કાબેન વકીલ તેમજ ડો આશિષ વકિલ અને પત્રકાર જયેશભાઇ ગોધિયા ઊના તાલુકાનાં મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ મુન્નાભાઈ ઉસ્માન ભાઈ ઉનડજામ , સલીમભાઈ બબન, રજાકભાઈ મેમણ, કાસમભાઈ રવનના, સુલતાનભાઈ લાલાણી નું પણ સન્માન કરાયું હતું
ત્યાર બાદ ગુલિસતા પ્રાથમિક શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો પર કૃતિઓ રજૂ કરીને પોતાની શકિત અને કૌશલ્ય સાથે સ્ટેજ પ્રોગ્રામ રજુ કરી ઊપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા પાંચ કલાક સુધી ચાલેલા આ ભવ્યાતિભવ્ય ઉત્સવ માં રાષ્ટ્રિય ભાવના કેળવી સાથે રજુ કરતાં એક થી એક શ્રેષ્ઠ પોગ્રામ રજુ કરતાં વાલી અને અગ્રણી આગેવાનો દ્વારા પ્રોત્સાહન પુરૂં પાડી ને શાળા નાં વિદ્યાર્થીઓ ને બિરદાવાયા હતાં દરેક કૃતિઓ માં ડેસ કોમપિટેશન અને નાનાં બાળકો નું પ્રદર્શન થી પ્રભાવિત થયા હતા
ગુલિસતા પ્રાથમિક શાળા નાં આ વાર્ષિકોત્સવ મા શાળા નાં સંસ્થાપક હાશ્મી મીયા ઉર્ફ પીરબાપુ નું ઊના ગીરગઢડા ખાનગી શાળા એસોસિયેશન દ્વારા સાલ ઓઢાડી ને બહુમાન કર્યું હતું આ તકે દરેક બાળકને ઈનામ વિતરણ ઉપસ્થિત અગ્રણી આગેવાનો વરદ્ હસ્તે અપાયા હતા તેમજ નાસ્તો અને કૃતિ અર્પણ કરી હતી કાર્યક્રમ માં પૂર્વ ભાજપ પ્રમુખ રામભાઈ વાળા ખાનગી શાળા એસોસિયેશન નાં સભ્ય ભવ્યભાઈ પોપટ, વિજયભાઈ જોષી,ધીરૂભાઇ સુવાગીયા, ધનશયામભાઈ દુધાત,તેમજ નરેશભાઈ વિવેકાનંદ સ્કૂલ, કિશોરભાઈ વડાલીયા, સુનિલભાઈ સુકલા વિનયભાઈ પરમાર, સંદીપસિંહ સીમર મુન્નાભાઈ ઉસ્માન ભાઈ ઉનડજામ, નગરપાલિકા નાં સભ્ય દાદાબાપુ શેખ પ્રોફેસર નરેન્દ્ર ભાઇ ગૌસ્વામી ડો આશિષ વકિલ ડો અલ્કાબેન વકીલ ડો મુસ્કાનબેન બહારૂની, કરીશ્મા બેન સુમરાણી, પૂર્વ નગરસેવક સુરૈયા બેન શેખ, શિક્ષણ વિભાગ નાં બી આર સી ચંદ્રેશભાઇ ડાભી, તાલુકા કેળવણી અધિકારી દેવમોરારી ભાઈ, સંજયભાઈ, અમીન ભાઈ નિવૃત્ત તલાટી મંત્રી એડવોકેટ એમ જી નકવી, અબાસભાઈ સુમરણી મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ હશનૈન બાપુ, કુરૈશીભાઈ સુલતાન લાલાણી બહાદુર ભાઇ ઉદાસી તેમજ ખોજા જમાતના મુખી,કામડીયા અને આગેવાનો સહિત મુસ્લિમ સમાજના તમામ જમાત નાં પટેલ આગેવાનો અને દેલવાડા, નવાબંદર, નાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી શાળા નાં વિધાર્થીઓ નાં રજુ કરેલાં એક થી એક ચડિયાતા કાર્યક્રમો નિહાળી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળાના એડમિનિસટેટ ફારૂક કાઝી તેમજ ઈમ્તિયાઝ નાયા આચાર્ય સબનમબેન બ્લોચ નિલોફર ખાસદાર એ કર્યું હતું અને સફળતાં પૂર્વક ઉજવણી કરી હતી…
રીપોર્ટર કાર્તિક વાજા ઊના