- અંગત અદાવત માં રોડ માર્જીન ની જગા પર ચોકી મૂકવી કેટલી યોગ્ય……
તારાપુર માં બે દિવસ થી ચાલતી દબાણ હટાવવાની કામગીરી માં તંત્ર એ કોઈની પણ શરમ કે લાગવગ રાખ્યા વિના નિષ્પક્ષ કામગીરી કરી હોવાથી શહેર માં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત ના જવાબદાર અધિકારીઓ ના વખાણ થઈ રહ્યાં છે ત્યારે તારાપુર પોલીસ કે જેઓની જવાબદારી આ કામગીરી માં શાંતિ ભંગ ન થાય તે માટે માત્ર પ્રોટેક્શન આપવાની છે જેમાં તારાપુર ના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કેટલાક કોન્સ્ટેબલો એ પોતાની અંગત અદાવતો નો બદલો લીધો હોય અને આ દબાણ હટાવવા મામલે ધમકીઓ આપી હોવાનું પણ સામે આવ્યું છે તારાપુર પોલીસ ની આ અદાવતી બદલા નું પિક્ચર ત્યારે લોકો ની નઝર સમક્ષ આવ્યું જ્યારે તારાપુર હાઇવે પર આવેલ નામી પરેમાઉંટ હોટેલ ના કમ્પાઉન્ડ માં પોલીસે સત્તા ના જોરે પોલીસ ચોકી મૂકી દીધી અને રોડ થી 30 મીટર હોટેલ ની સામે જેસીબી ચલાવીને 1.5 જેટલું ખોદકામ કરી નાખ્યું મળતી માહિતી મુજબ જ્યારે લોકો ને નોટિસ આપવામાં આવી રહી હતી ત્યારે તારાપુર ના પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. સાલ્વી પોતે આ હોટેલ ના માલિક ને ચેલેન્જ મારી હોવાની ચર્ચા પણ શહેર માં છે…
તારાપુર ચોકડી પર ટ્રાફિક ની સમસ્યા ને ધ્યાને લઇ રોડ થી 30 મીટર નું દબાણ તોડી પાડવામાં આવ્યું અને પછી એજ માર્જીન માં પોલીસ ચોકી પણ મૂકી દીધી તો શું હવે પોલીસે દબાણ કર્યું એવું ના કહેવાય?
થોડા વર્ષો પહેલા તારાપુર ચોકડી પર એક ઇન્સ્પેક્ટર દ્વારા રાત્રિ દરમ્યાન ગેરકાયદેસર કબજો મેળવવા સત્તાના જોરે લોકો ને નુકશાન પહોચાડેલ જેથી આ ઇન્સ્પેક્ટર પર ફરિયાદ પણ દાખલ થયેલ અને થોડા સમય માટે તેઓને ફરાર પણ રેહવું પડેલ અને આજે એજ સ્થળ પર ફરી થી
બીજા ઇન્સ્પેક્ટરે આ રીતે પોતાની સત્ત્તાનું જોર બતાવ્યું છે તો શું આ હિટલર શાહી સમાં વર્તન કરનાર ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ પર ફરિયાદ થશે કે કેમ? એ વિચારવાનો વિષય છે ……