મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી જુલાઈ મહિનામાં વીરેન મર્ચન્ટ તથા શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન તાંતણે બંધાવા જઇ રહ્યા છે. તેમના લગ્ન પહેલાં એક પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત આજથી ત્રણ દિવસ સુધી જામનગરમાં થઇ ચૂકી છે. જેમાં દેશવિદેશથી અનેક હસ્તીઓ પહોંચી રહી છે.
બોલિવૂડ-હોલિવૂડના સ્ટાર્સનો જમાવડો
અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને શાહરુખથી લઈને દીપિકા પાદુકોણ સહિત અનેક સ્ટાર્સ જામનગર પહોંચી ગયા છે. જ્યારે હોલિવૂડની સિંગર રિહાના પણ અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા આવી પહોંચી છે. પણ શું તમને ખબર છે કે રિહાના આ વખતે પરફોર્મ કરવા માટે કેટલી ફી વસૂલી રહી છે? તો ચાલો જાણીએ…
કોણ કોણ પરફોર્મ કરવાના છે?
અનંત રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં અરિજિત સિંહ, પ્રીતમ, બી પ્રાક, દિલજિત દોસાંજ, હરિહરન અને અજય-અતુલ પરફોર્મ કરવાના છે. જ્યારે લિસ્ટમાં ટોપ પર ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના પણ છે જે દુનિયામાં હાઈએસ્ટ પેડ મ્યુઝિક આર્ટિસ્ટ પૈકી એક છે. રોબિન રિહાના ફેન્ટી ગુરુવારે જામનગર એરપોર્ટ પર દેખાઈ હતી અને તેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો.
રિહાના કેટલી ફી વસૂલશે?
બારબેડિયન સિંગર, બિઝનેસવૂમન અને અભિનેત્રી રિહાના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં પરફોર્મ કરવા ભારે ભરખમ ફી વસૂલવાની છે. જોકે તેની એમાઉન્ટ તો જાહેર કરાઈ નથી પરંતુ મીડિયાના અહેવાલો અને સૂત્રોના દાવા અનુસાર રિહાના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 12 કરોડ રૂપિયા એટલે કે 1.5 મિલિયન ડૉલરથી 66 કરોડ રૂપિયા આશરે 12 મિલિયન ડૉલર જેટલી ફી વસૂલે છે.