મહેસાણા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ શારદાબેન પટેલ છે. શારદાબેનની ઉંમર 75 વર્ષ છે, જેથી તેમને રિપીટ કરવાની સંભવના નથી. પણ આ બેઠક પર રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ ખુબ ચર્ચામાં હતું. તેમણે મહેસાણા લોકસભા બેઠક પર પોતાની દાવેદારી નોંધાવી હતી.
જો કે હવે મળતા સમાચાર મુજબ નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પર પોતાની દાવેદારી પાછી ખેંચી છે. આ અંગેની જાહેરાત તેમણે પોતે કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે
“મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોધાવી હતી. ગઇકાલે રાજયની 15 લોકાસભા સીટના ઉમેદવારો જાહેર કરવામા આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું. અને માન.નરેન્દ્રભાઇ મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનીયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાથૅના કરુ છું.
સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારો નો હું ખુબ ખુબ આભાર માનુ છું.”
નીતિન પટેલની આ જાહેરાતથી સૌ કોઈ ચોંકી ગયા છે. હવે મેહસાણા લોકસભા બેઠક પર ભાજપ મહામંત્રી રજની પટેલ અને કેસી પટેલ અને તૃષા પટેલના નામ ચર્ચામાં છે.
પુર્વ નાયબ મુખ્યમંત્રી @Nitinbhai_Patel મહેસાણાથી પોતાની દાવેદારી પરત ખેંચી
ઉમેદવારો જાહેર થાય તે પહેલાં જ પટેલે પોતાની ઉમેદવારી પરત લેવાની જાહેરાત કરી pic.twitter.com/kcZOaC83Lj
— Hiren (@hdraval93) March 3, 2024
Related Posts
Add A Comment