લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના વધુ એક નેતાએ વડાપ્રધાન મોદી વિશે વિવાદીત ટિપ્પમી કરીને ભાજપને મુદ્દો આપ્યો છે. RJDના નેતા લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાનની ટીકા કરતા ‘મોદીને તો પરિવાર જ નથી’ એવું નિવેદન આપ્યું હતું. જવાબમાં ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પરના પોતાના બાયોમાં ‘મોદીનો પરિવાર’ લખી પોતાને વડાપ્રધાન મોદીના પરિવારનો ભાગ ગણાવ્યા હતા. તેલંગાણાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ નવો નારો આપ્યો હતો, ‘સમગ્ર દેશ મારો પરિવાર
આવું જ કઇક 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ જોવા મળ્યું હતું ત્યારે ભાજપે ‘હું પણ ચોકીદાર’ નામથી અભિયાન ચલાવ્યું હતું. પરિણામ સામે આવ્યા તો તેની અસર પણ જોવા મળી હતી અને ભાજપને 2014ના મુકાબલે 2019માં પણ મોટા અંતરથી જીત મળી હતી.
આ દરમિયાન આપણે જાણીયે 2019માં ચલાવવામાં આવેલુ ‘હું પણ ચોકીદાર’ અભિયાન શું હતું? ચૂંટણીમાં તેની શું અસર થઇ?
2019માં ચલાવવામાં આવેલુ ‘હું પણ ચોકીદાર’ અભિયાન શું હતું?
2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. વર્ષ 2016માં ભારતે 36 નવા રાફેલ જેટ ખરીદવા માટે ફ્રાંસ સાથે સમજૂતિ કરી હતી. 2017માં કોંગ્રેસે રાફેલ વિમાનના સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. બાદમાં યશવંત સિન્હા, અરૂણ શૌરી, વકીલ પ્રશાંત ભૂષણ અને અન્યએ સોદાની તપાસની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 2019માં આ અરજીઓ પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો પરંતુ રાફેલ સોદા સંબંધિત સંરક્ષણ મંત્રાલયના કેટલાક આંતરિક દસ્તાવેજ મીડિયામાં લીક થઇ ગયા હતા.
તે બાદ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીએ નૈતિક જીતનો દાવો કર્યો અને કહ્યું હતું કે કોર્ટે સ્પષ્ટ કરી દીધુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોરી કરી છે. રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની રેલી બાદ મીડિયાને કહ્યું હતું, ‘સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ કે ચોકીદારજીએ ચોરી કરી છે.’
રાહુલ ગાંધીની સાથે અન્ય વિપક્ષી નેતાઓએ ભાજપ અને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આ નિવેદન આપ્યુ હતુ. બીજી તરફ ભાજપે રાફેલ વિવાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ અવમાનનાની અરજી દાખલ કરી હતી. પાર્ટીએ ‘હું પણ ચોકીદાર’નો ચૂંટણી નારો બનાવી દીધો હતો. ભાજપના તમામ નેતાઓએ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ‘હું પણ ચોકીદાર’ જોડી દીધુ હતુ. રેલીમાં કાર્યકર્તાઓ આ નારા ધરાવતી ટી શર્ટ અને ટોપી પહેરતા જોવા મળ્યા હતા. આ સાથે જ કોર્ટે 36 રાફેલ વિમાનોની ખરીદીમાં ગેરરીતિના આરોપો પર મોદી સરકારને ક્લીન ચિટ પણ આપી દીધી હતી.
‘હું પણ ચોકીદાર’ નારાની ચૂંટણીના પરિણામો પર શું અસર થઇ
23 મે 2019માં જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા તો ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપે 2019માં 543 બેઠકમાંથી 436 પર ઉમેદવાર ઉતાર્યા હતા. બાકી બેઠક પાર્ટીએ સહયોગી પક્ષોને આપી હતી. પાર્ટીને 2014 કરતા પણ વધારે 303 બેઠક પર જીત મળી હતી. આ આંકડો લોકસભામાં બહુમતના આંકડા 272 કરતા પણ વધારે હતો. બીજી તરફ કોંગ્રેસ માત્ર 52 બેઠક જ જીતી શકી હતી. આ રીતે ચૂંટણીમાં NDAને 351 જ્યારે UPA ગઠબંધનને 90 બેઠક મળી હતી. પરિણામ બાદ 30 મે 2019માં નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા.
લાલુ પ્રસાદ યાદવના ક્યા નિવેદને વિવાદ ઉભો કર્યો
2019માં હું પણ ચોકીદાર નારો ચર્ચામાં હતો ત્યારે હવે ‘મોદીનો પરિવાર’ ચર્ચામાં છે. પટણામાં વિપક્ષની રેલી યોજાઇ હતી જેમાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને ટિપ્પણી કરી હતી. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી આજકાલ પરિવારવાદ પર હુમલા કરી રહ્યાં છે, વધુ સંતાન ધરાવતા લોકોને લઇને વડાપ્રધાન મોદી કહે છે કે પરિવારના લોકો લડી રહ્યાં છે.’ લાલુ યાદવે પીએમ મોદીને લઇને કહ્યું કે તમારી પાસે પરિવાર નથી, તમે હિન્દૂ પણ નથી. જ્યારે તમારી માતાજીનું નિધન થયું તો તમે બાલ-દાઢી કપાવી નહતી જ્યારે દરેક હિન્દૂ પોતાની માતાના શોકમાં બાલ-દાઢી કપાવે છે.
લાલુ પ્રસાદ યાદવના પલટવારમાં ભાજપે શું રણનીતિ અપનાવી?
લાલુ પ્રસાદ યાદવના નિવેદન પર પલટવાર કરતા ભાજપે સોશિયલ મીડિયા પર નવું અભિયાન શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાના બાયો બદલી નાખ્યો છે. ભાજપના નેતાઓએ પોતાના બાયોના નામની આગળ ‘મોદી કા પરિવાર’ લખ્યુ છે.
પીએમ મોદીએ પણ લાલુ પ્રસાદ યાદવને આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેલંગાણાના પ્રવાસે હતા. આ દરમિયાન પીએેમ મોદીએ લાલુ યાદવને જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું, ‘ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણમાં ડુબેલા વિપક્ષ ગઠબંધનના નેતા બોખલાતા જઇ રહ્યાં છે. હવે તેમણે 2024ની ચૂંટણીમાં પોતાનું અસલી ચૂંટણી ઢંઢેરો કાઢ્યો છે. હું તેમના પરિવારવાદ પર સવાલ ઉભા કરૂ છુ તો આ લોકોએ હવે બોલવાનું શરૂ કરી દીધુ છે કે મોદીનો કોઇ પરિવાર નથી. હું તેમણે કહેવા માંગુ છું કે 140 કરોડ દેશવાસી મારો પરિવાર છે, જેમનો કોઇ નથી તે પણ મોદીના છે અને મોદી તેમના છે. મારો ભારત જ મારો પરિવાર છે.’