લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટા ઝટકા લાગી રહ્યાં છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. આ પહેલા પૂર્વ ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર અને ધર્મેશ પટેલે રાજીનામું આપ્યું હતું. આ વચ્ચે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, હું કોગ્રેસ પાર્ટી સાથે છું અને કોગ્રેસમાં જ રહીશ.
હું કોંગ્રેસ પાર્ટીમાં જ રહીશ- ગુલાબસિંહ રાજપૂત
થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે એક્સ (પહેલા ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યુ, “રાજકીય જીવનનો પ્રારંભ કર્યો ત્યારેથી સત્તા મેળવી ને જ લોકસેવા કરવી તેવો ઈરાદો,લક્ષ્યાંક કે હેતુ ક્યારેય મનમાં આવવા નથી દીધો….રાજકીય જીવનમાં બે રસ્તા હોય છે સંઘર્ષ કરો અથવા સગવડ મુજબ શરણાગતિ સ્વીકારી લો…ખૂબ સભાનતાપૂર્વક કહું તો મે સંઘર્ષનો રસ્તો પસંદ કરેલ છે.
ઘણા ચમરબંધ સામે ઘણાખરા રાજકીય વ્યક્તિઓના સ્વહિત અર્થે માથા નમતા હોય છે ત્યાં મારો પગ પણ નાં હોય તે મને થરાદ નાં યુવાન,વડીલ, સહિત તમામ પ્રજાજનોને મારી ખાતરી છે..
રાજકીય જીવનનો પ્રારંભ કર્યો ત્યારેથી સત્તા મેળવી ને જ લોકસેવા કરવી તેવો ઈરાદો,લક્ષ્યાંક કે હેતુ ક્યારેય મનમાં આવવા નથી દીધો….
રાજકીય જીવનમાં બે રસ્તા હોય છે સંઘર્ષ કરો અથવા સગવડ મુજબ શરણાગતિ સ્વીકારી લો…ખૂબ સભાનતાપૂર્વક કહું તો મે સંઘર્ષનો રસ્તો પસંદ કરેલ છે.
ઘણા ચમરબંધ… pic.twitter.com/qbQ2AKB2sr— Gulabsinh Rajput (@GulabsinhRajput) March 5, 2024
આ વિસ્તારમાં સતત સારા નરસા પ્રસંગમાં સહભાગી થઈ એક એક નાનકડા પ્રશ્નને ને દિલમાં લઈને બેઠો છું ..દરેકે દરેક પ્રશ્નને ઊર્જાનું અંતિમ બુંદ બચેલું હશે ત્યાં સુધી પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહીશ. ફક્ત ને ફક્ત આ વિસ્તારમાં આ વિસ્તારના પાયાના પ્રશ્નનો ને હલ કરવા સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થાય તેવા પ્રયત્નો સાથે સંઘર્ષના રસ્તે કાર્યરત રહીશ….હું કોગ્રેસ પાર્ટી સાથે છુ અને કોગ્રેસમાંજ રહીશ.. મિડીયાનાં મિત્રો ને આગ્રહભરી વિનંતી કે અફવા કે પ્રાયોજિત સમાચારો ને વેગ આપતા પૂર્વે મારી સાથે સંવાદ કરે.’
ગુલાબસિંહ રાજપૂતે પહેલા પણ કરી હતી સ્પષ્ટતા
ગુલાબસિંહ રાજપૂતે આ પહેલા પણ સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ.