છોટાઉદેપુર જિલ્લામાં આવી પહોંચેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રામા ખીસા કાતરૂ ગેંગ ઉતરી પડતા અનેક ના ખીસા કપાવવાનો બનાવના ભોગ બનનારા અનેક પોલીસ મથકે જાણ કરવા માટે પહોંચ્યા હતા
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી પંચમહાલથી આજે બોડેલી થઈ રાજપીપળા તરફ આગળ જવાની હોય બોડેલીનાં અલીપુરા સર્કલ ખાતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી કાર્યકરો તેમજ વડોદરા શહેર જિલ્લામાંથી પણ કોંગ્રેસના હોદ્દેદારો અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામા વિશાળ કાફલા સાથે ભારત જોડો ન્યાય યાત્રા લઈ અલીપુરા સર્કલ ખાતે આવી પહોંચી
આ ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધીને આવકારવા મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની માં ખિસ્સા કાતરુ ગેંગ ઉતરી પડી હતી પોતાનો હાથ અજમાવી કોંગ્રેસના અગ્રણી ચંદ્રકાંત શ્રીવાસ્તવના 45000 રૂપિયા સેરવી લીધા હતા સાથે અનેક કાર્યકરોના ખિસ્સા હલકા કરતા બોડેલી પોલીસ સ્ટેશનને 14 જેટલા ખિસ્સા કાતરુઓના ભોગ બનેલા કાર્યકરો ની લાંબી યાદી બની હતી
પોલીસે કેટલાક શંકાસ્પદ ખિસ્સા કાતરુંને ઝડપી પાડ્યા જ્યારે જ્યારે કોઈ જગ્યાએ ભારે ભીડ ઉમટી પડતી હોય છે ત્યારે ખિસ્સા કાતરૂ ગેંગને મોજ પડી જતી હોય છે
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર