ભારતીય વાયુસેનાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ આજે જેસલમેર નજીક ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. જોકે, આ અકસ્માતમાં પાયલટને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના જવાહર કોલોનીની જણાવવામાં આવી રહી છે. કવાયત દરમિયાન ભીલ હોસ્ટેલ પાસે પ્લેન ક્રેશ થયાનો વીડિયો સામે આવી રહ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેમાં બે પાયલટ હતા. જ્યારે એરફોર્સના અધિકારીએ કહ્યું એક જ પાયલોટ હતો અને તે ઘાયલ છે. હાલ તેને આર્મીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ક્રેશ થયા બાદ પ્લેનનો કાટમાળ ઘરની દિવાલ સાથે અથડાયો હતો. અચાનક થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.