બંગાળના સીએમ મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીએમ મમતા બેનર્જી ઘાયલ છે. ટીએમસીએ તેના X હેન્ડલ પર આ માહિતી આપી છે. TMCએ લખ્યું છે કે અમારા અધ્યક્ષ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માટે પ્રાર્થના કરો. સીએમ મમતાની એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેમના કપાળમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. તેને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર તેઓ તેમના ઘરમાં ડ્રોઈંગ રૂમમાં ચાલતા ચાલતા લપસી પડ્યા હતા અને ત્યાં કોઈક વસ્તુ નો ખૂણો માથામાં વાગ્યો હતો અને લોહીની ધાર ફૂટી નીકળી હતી જે વાત તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.