ઉત્તર પ્રદેશનો ધર્માંતરણ વિરોધી કાયદો માત્ર લગ્નોને જ નહીં પણ લિવ- ઈન-રિલેશનશિપ્સ (live in relationship)ને પણ લાગુ પડે છે તેમ અલ્લાહાબાદ કોર્ટે તેના એક ચૂકાદામાં ઠરાવ્યું હતું. જસ્ટિસ રેનુ અગરવાલે પોલીસ રક્ષણ મેળવવા માટે એક કપલે કરી વિનંતીને નકારી કાઢતાં આ નિરીક્ષણ કર્યું હતું.
આ કેસમાં અરજદારે ધર્માંતરણ કરવાની અરજી કરી નથી : કોર્ટ
અલ્લાહાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ। ગેરકાયદે ધર્માંતરણ પ્રતિબંધક ધારા 2021માં આંતરધર્મીય યુગલ (couples of opposite) માટે ધર્માંતરણ કરવાનું ફરજિયાત કર્યું છે. આ કેસમાં કલમ 8 અને 9 હેઠળ એક પણ અરજદારે ધર્માંતરણ કરવાની અરજી કરી નથી. આમ, અરજદારોના સંબંધને કાયદાની જોગવાઇઓને ચાતરી રક્ષણ ન આપી શકાય. કાયદાની કલમ 3(1) ખોટી રજૂઆત, બળજબરી, લાલચ કે કોઇ પ્રકારની છેતરપિંડી દ્વારા ધર્માંતરણ કરવા પર પ્રતિબંધ મુકે છે. અદાલતે દર્શાવ્યું હતું કે આ કલમમાં લગ્ન અને લગ્ન સમાન સબંધને સમાન ગણવામાં આવ્યા છે.
અદાલતે તેના પાંચ માર્ચના આદેશમાં જણાવ્યું હતું કે અરજદારોએ જોઈન્ટ એકાઉન્ટ, ફાયનાન્સિયલ સિક્યુરિટી, જોઈન્ટ પ્રોપર્ટી કે જોઈન્ટ ખર્ચ દર્શાવતો કોઈ પુરાવો આ અદાલત સમક્ષ રજૂ કર્યો નથી. અત્યાર સુધી અરજદારોએ ધર્માંતરણ માટે પણ અરજી કરી નથી. આંતરધર્મીય યુગલને પોલીસ રક્ષણ આપવાની ના પાડતાં અદાલતે જણાવ્યું હતું કે આજ સુધી તેમના અરજદારોના માતા-પિતાઓમાંથી કોઈ એફઆઇઆર નોંધાવાઈ નથી તેથી અરજદારોના સબંધ સામે કોઈ પડકાર નથી.