અરવલ્લી જિલ્લા નો વધુ એક પરિવાર વિદેશ જવાની ઘેલછામાં છેતરાયો છે. મોડાસાના બાયપાસ રોડ પરના તિરુપતિ રાજ બંગલોમાં રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં આવેલાં વઘાસ ગામના પરિવાર ને 29.45 લાખ રૂપિયાનો ચુનો લાગ્યો છે.
જગદીશભાઈ પ્રજાપતિએ લંડન મુકામે મોકલવા અને ત્યાં નોકરી આપવવા માટે કહેવાતો વ્યવસાય કરતા મામા – ભાણીયા અને બહેનની માયાજાળમાં ફસાઈ પોતે – પત્ની અને એક પુત્ર સાથે લંડન જવા તૈયારી દર્શાવી હતી. ત્રણેયને લંડન પહોંચાડી દેવાનો કુલ ખર્ચ 32 લાખ રૂપિયા કહેતા પરિવાર આ ત્રિપુટીની વાકજાળમાં ફસાઇ ગત 18/8/22 થી 12/7/23 સુધીમાં જુદીજુદી રીતે રોકડ અને બેન્ક માંથી રૂપિયા 29,45,000/- ત્રિપુટીએ ઓળવી લીધા હતાં. આ ત્રિપુટીએ એકબીજાની મીલીભગત થી જગદીશભાઈ પ્રજાપતિ અને પત્ની -પુત્ર ના ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ફરિયાદીનું ફોરેન જવાનું સપનું સાકાર ન થતા તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થતા ભોગ બનનારે રૂપિયા પરત માંગતા માંડ માંડ દોઢ લાખ રૂપિયા પરત મળ્યા હતા.
ત્યારબાદ રૂપિયા પરત કરવા અંગે યોગ્ય જવાબ પણ ન મળતા, ટૂંક સમયમાં જ લંડન મોકલી ત્યાં નોકરી આપવાની વાત કરતા આ ત્રિપુટીના અલગ અલગ બહાનાથી પોતે ઠગાઈનો ભોગ બની ગયાં હોવાનું જણાઈ આવતા જગદીશભાઈ પ્રજાપતિ એ મોડાસા ટાઉન પોલીસ નો સંપર્ક કર્યો હતો, મોડાસા ટાઉન પીઆઇએ ભોગ બનનાર જગદીશભાઈ ધુળાભાઈ પ્રજાપતિની ફરિયાદ લીધી હતી પોલીસે મૂળ ધનસુરા તાલુકાના વડાગામના વતની અને હાલ અમદાવાદ નરોડાના હરી દર્શન ચાર રસ્તા વિસ્તારના શ્યામવિલા ગ્રીનમાં રહેતા બ્રિજેશભાઈ ડાહ્યાભાઈ ત્રિવેદી (મામા), શિલ્પાબેન અતુલકુમાર દવે (માતા), આદિતકુમાર અતુલકુમાર દવે(પુત્ર),બન્ને રહે. અમદાવાદ ના પાલડી રોડ પરના પંચમ બંગલો સામે ગુનો નોંધ્યો છે. મોડાસા ટાઉન પોલીસે ઇપીકો 406, 420, 465, 467, 468, 471, 114 મુજબના ગુના હેઠળ માતા-પુત્ર અને મામાની શોધખોળ હાથ ધરી છે.
ઋતુલ પ્રજાપતિ,અરવલ્લી