અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિચકારી હુમલાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અસમાજીક તત્વોએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં નમાઝ પઢવા મામલે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટીમાં ભણતા અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની અટકળો સામે આવી રહી છે. બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગત રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
જોકે પોલીસ તપાસમાં સમગ્ર હકીકત સામે આવશે. તો બીજી તરફ યુનિવર્સિટી કેમ્પસમાં વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે . ત્યારબાદ આ તત્વોએ સૂત્રોચાર પણ કર્યા હતા. તો બીજી તરફ આ મામલે Aimimના વડાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ પણ કર્યું છે.
તેમણે અસામાજિતક તત્વો દ્વારા વિદેશી મુસ્લિમ યુવકો પર કરાયેલા હુમલાને વખોડ્યો હતો. તેમણે ટ્વીટના માધ્યમથી વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ ઉપર હુમલાનો દેશમાં શરમ જનક ગણાવ્યું.સાથે જ ઓવેસીએ તેમના ટ્વીટને પીએમ મોદી ,અમિત શાહ અને વિદેશમંત્રી એસ જયશંકરને ટેગ કર્યું છે.