મહારાષ્ટ્રના પુણેથી એક હ્ર્દય હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે સાંજે પૂણે-સોલાપુર હાઈવે પર ઈન્દાપુર નજીક જગદંબા રેસ્ટોરન્ટમાં એક હિસ્ટ્રીશીટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ અવિનાશ બાલુ ધનવે તરીકે થઈ છે. તે તેના ત્રણ મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં બેઠો હતો ત્યારે પાછળથી આવેલા હુમલાખોરે તેને માથામાં ગોળી મારી દીધી હતી. આ પછી અન્ય હુમલાખોરોએ તેના પર તલવાર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ હત્યામાં સામેલ 8 હુમલાખોરોની ઓળખ કરી લીધી છે.
अति भयावह!
महाराष्ट्र में एक होटल में एक युवक की बेरहमी सै हत्या कर दी गई, पूरी वारदात सीसीटीवी फुटेज में रिकॉर्ड हो गई.
खौफनाक वारदात को पुणे-सोलापुर हाईवे पर इंदापुर के पास होटल जगदम्बा में अंजाम दिया गया. पुलिस ने मृतक की पहचान अविनाश बालू धन्वे के रूप में की है. शनिवार की… pic.twitter.com/AvbV734oLh— Gyanendra Shukla (@gyanu999) March 17, 2024
અવિનાશ ધનવે પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો
મળતી માહિતી મુજબ, 34 વર્ષીય અવિનાશ ધનવે પ્રોપર્ટી ડીલર તરીકે કામ કરતો હતો. આ ઘટના પુણે શહેરથી લગભગ 140 કિલોમીટર દૂર પુણે-સોલાપુર હાઈવે પર જગદંબા રેસ્ટોરન્ટમાં બની હતી. ઈન્દાપુરમાં રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજમાં ધનવે અને અન્ય ત્રણ લોકો ટેબલ પર બેઠેલા જોવા મળે છે. બે બાળકો સહિત ચાર જણનો પરિવાર બીજા ટેબલ પર જમતો જોવા મળે છે.
એટલામાં જ બે વ્યક્તિઓ રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે. તેમાંથી એક પ્લાસ્ટિકની થેલી પકડીને આવે છે. જેમાંથી તે બંદૂક કાઢી અને ધનવેના માથામાં ગોળી મારે છે. તે સમયે ધનવે ફોન પર વાત કરી રહ્યો છે. હુમલાખોરોએ ધનવેને નિશાન બનાવ્યું હતું. તેણે બીજા કોઈ પર હુમલો કર્યો નથી. હુમલા બાદ ધનવેની સાથે આવેલા ત્રણ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા.
આ પછી તરત જ, વધુ છ લોકો રેસ્ટોરન્ટમાં દોડી આવે છે અને તેમાંથી એક ધનવે પર હુમલો કરે છે. આ પછી ધનવે ફ્લોર પર પડે છે. આ જોઈને બાજુના ટેબલ પર બેઠેલો પરિવાર બહાર દોડે છે. વધુ ત્રણ લોકો ધનવે પર હુમલો કરવાનું શરૂ કરે છે. ધનવે બેભાન થતાં જ હુમલાખોરો ભાગી જાય છે.
હત્યાની તપાસ માટે 5 ટીમો બનાવવામાં આવી છે
પોલીસે હત્યાની તપાસ માટે પાંચ ટીમો બનાવી છે. પુણે ગ્રામીણ પોલીસના એસપી પંકજ દેશમુખે જણાવ્યું હતું કે અવિનાશ ધનવે નામના હિસ્ટ્રીશીટરની શનિવારે રાત્રે ઈન્દાપુરમાં તીક્ષ્ણ હથિયારોથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રથમ દૃષ્ટિએ તે બે હરીફ જૂથો વચ્ચે ભૂતકાળની દુશ્મનીનો કેસ હોવાનું જણાય છે. અમે CCTVમાં દેખાતા આઠ લોકોની ઓળખ કરી છે. આરોપીને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે અને કેસની તપાસ ચાલુ છે.