- પોતાના રબ ને રાજી કરવા નાના ભૂલકાઓ પણ આકરા રોજા રાખી રહયા છે
- દેશ અને દુનિયા અમન શાંતિ માટે દુઆઓ ગુજારવામા આવી રહી છે
મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જીલ્લામા મુસ્લિમ બિરાદરો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી કુરાન ની તીલાવત કરી નમાજ પઢી અને દુઆઓ ગુજારી રહયા છે
મુસ્લિમ સંપ્રદાયના મહત્વનો કહી શકાય ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમો માસ એટલે પવિત્ર રમઝાન માસમા નાના ભૂલકાઓ એ પણ રોજા રાખી પોતાના રબ ને રાજી કરવાનો પ્રયાસ કરી રહયા છે કેટલાક નાના ભૂલકાઓ ખત્રી સાદીયા સોયબ ભાઈ.. ખત્રી ટેહમીના શહીદ ભાઈ, ખત્રી અમરીન અબરાર ભાઈ સહીત અનેક નાના ભૂલકાઓએ પોતાના જીવન નો પ્રથમ રોજો રાખ્યો તો કેટલાક ભૂલકાઓએ પૂરા રમઝાન માસ ના રોજા રાખવા માટે દ્રઢ નિર્ણય કર્યો છે
મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ. જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી રહયા છે
રમઝાન માસને ધૈર્યનો માસ એટલા માટે કહેવાયો છે કે આ પવિત્ર માસમાં રોઝદાર જ્યારે આખો દિ ભૂખ્યા તરસ્યા રહે છે ત્યારે રોઝદારના હૈયામાં ગરીબ વર્ગના આખુ વર્ષ પર્યાપ્ત કમાણીના અભાવે ભૂખ તરસની અત્યંત વિકટ યાતનાઓમાંથી પસાર થતા હોય છે તેઓની અનુભૂતિ રોઝદારને થાય છે ત્યારે રોઝદારના હૈયામાં ગરીબ લોકો પ્રતિ ધીરજ આકાર પામે છે તેમજ રોઝદારની ખરા અર્થમાં કસોટી થતી હોય છે. સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી રોઝદારો પોતે અન્નજળનો સંપૂર્ણ ત્યાગ કરી પોતાના રબને રાજી કરી ધૈર્યની આકરી કસોટીમાંથી પસાર થતા હોય છે.
જ્યારે પવિત્ર રમઝાન માસને કસોટીનો માસ એટલા માટે કહેવાય છે કે ચૌદ કલાકના પુરા માસના રોઝા રોઝદારો હિંમત પૂર્વક તેમજ કસોટી સાથે રાખી પોતાના રબને રાજી રાખી આખેરાત (પરલોકનું) ભાથુ બાંધે છે ત્યારે રોઝદારનું હૈયું પુલકિત થઇ ઉઠે છે અને રોઝદારો રબ તરફથી ફરજ થયેલી રોઝારૂપી કસોટીમાંથી સુખરૂપ પસાર થઇ પોતાની જાતને ધન્યતા અનુભવે છે અને દિર્ઘ કસોટીમાંથી સફળ થયાની એક અદભૂત અનુભૂતિ પ્રાપ્ત કરે છે.
જ્યારે પવિત્ર રમઝાન માસને સખાવતનો માસ એટલે કહેવાયો છે કે ધનવાન મુસ્લિમોને ઇસ્લામ ધર્મના આદેશ મુજબ પુરા વર્ષ દરમિયાન પોતાના વ્યવસાયમાં કમાણી થાય છે. તે આખા વર્ષની કમાણીમાંથી જકાત રૂપે જે નાણાં કાઢવાનો આદેશ અપાયો છે. તે નાણાં અલગ કરી આર્થિક રીતે ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની ગરીબ લોકોની સહાય કરે છે. જેથી ગરીબ વર્ગના લોકો પણ રમઝાન માસમાં સારૂ સારૂ પકવાન આરોગી શકે અને ઉમદા વસ્ત્રો પરિધાન કરી ઇદની ઉજવણી કરી શકે . એટલે જ મુસ્લિમ સંપ્રદાયના અતિ મહત્વપૂર્ણ ગણાતા રમઝાન માસને ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમા માસ તરીકે ઓળખવામાં આવે છે
સુલેમાન ખત્રી ;; છોટાઉદેપુર