યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમય કરાયો છે. હોળી ધુળેટીના પર્વને ધ્યાનમાં લઈને યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.નવો સમય નીચે પ્રમાણે છે.
ફાગણ સુદ પૂનમે મંદિર સવારે 6 વાગ્યે ખુલશે
સવારે 6.45 વાગે કરાશે મંગળા આરતી અને 8.30એ શૃંગાર આરતી કરાશે
11.30 એ ભગવાન કાળિયા ઠાકોરને રાજભોગ ધરાવાશે
11.30 થી 12.15 સુધી મંદિર બંધ રહેશે
બપોરે 12.15 એ રાજભોગ આરતી બાદ 2.15 સુધી મંદિર બંધ રહેશે
તો બીજી તરફ સાંજે 6.30એ સંધ્યા આરતી કરાશે. રાત્રે 8.15 કલાકે શયન આરતી બાદ 8.30 વાગ્યે મંદિરના કપાટ બંધ કરાશે.