- પોલીસે ઠગ ટોળકી ને ઝડપી પાડી….. ટોળકી ના સભ્યો છેતરપિંડી લગ્ન કરીને કરાવતા હતા તેનો પર્દાફાશ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં રહેતા એક પરિવાર ના યુવાન સાથે લગ્ન કરી બે દિવસ માં જ યુવતી મધ રાત્રી એ યુવાન ને પડતો મૂકી ફરાર થઇ જવાનો કિસ્સો બહાર આવ્યો છે જયારે આ યુવતી આવા અનેક લોકોને આ ટોળકી ના સભ્યો છેતરપિંડી લગ્ન કરીને કરતા હતા તેનો પર્દાફાશ થતા યુવાને લગ્ન કરાવવા માટે દલાલી લેનાર અને યુવતી નો ભાઈ બની ને આવેલ સામે નસવાડી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા નસવાડી પોલીસ લગ્ન કરાવી આપનાર દલાલ અને લૂંટેરી દુલ્હન ની ધરપકડ કરી
નસવાડી ના અયોધ્યાનગર સોસાયટી માં રહેતા કલ્પેશભાઈ ચીમનભાઈ પ્રજાપતિ નસવાડી સ્ટેશન વિસ્તાર માં ટેઈલર નું કામ કરે છે ઉંમર 37 વર્ષ છે તેના લગ્ન ના થયા હોવાથી નસવાડી ગામ માં રહેનાર ગુલામભાઇ મહંમદભાઇ મેમણ આ યુવાન નો સંપર્ક કરીને લગ્ન કરાવી આપવાનું નક્કી કર્યું હતું અને ઔરંગાબાદ ની એક યુવતી અને તેની સાથે નકલી ભાઈ બનીને રાહુલ સુનિલ જાધવ રહેવાસી ઔરંગાબાદ મહારાષ્ટ્ર પણ આવ્યો હતો આ ટોળકી એ નસવાડી ના પરિવાર સાથે મિટિંગ કરી સમાજ ના રીતિરિવાજ મુજબ રંગે ચંગે લગ્ન કર્યા હતા જયારે લગ્ન કરાવવામા દલાલો એ 1 લાખ 80 હજાર રૂપિયા આ પરિવાર પાસે પાસે લીધા હતા યુવતી લગ્ન કરી બે દિવસ પરિવાર સાથે રહી હતી અને ત્રીજા દિવસે મોડી રાત્રે ભાગી ગઈ હતી ત્યાર બાદ આ પરિવાર તપાસ કરતા આ ઠગ ટોળકી હોવાનું બહાર આવ્યું હતું અને આવી રીતના બોગસ લગ્ન કરીને અનેક લોકોને છેતર્યા હોવાનો પર્દાફાશ થતા પરિવાર મુશ્કેલી માં મુકાયો હતો પરિવાર પણ આ ઠગ ટોળકી ને સબક શીખાડવા માટે નસવાડી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા નસવાડી પોલીસ સ્ટેશન માં ઠગ ટોળકી સામે ગુન્હો નોંધ્યો હતો અને જેમાં ગુલામમહમદ મેમણ અને પૂજા સુનિલ જાધવ આમ બે ની ધરપકડ કરી છે અને પોલીસ સધન તપાસ હાથ ધરી છે જયારે આવા નકલી લગ્ન ગુજરાત માં કઈ કઈ જગ્યાઓ ઉપર કાર્ય છે તેની પૂછપરછ પણ હાથ ધરી છે નસવાડી માં આવા અન્ય પરિવારો ભોગ બન્યા છે કે નહિ તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે જયારે ઠગ ટોળકી ને ઝડપી પાડતા તેને જોવા માટે લોકો પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યા માં આવ્યા હતા
હાલ તો પોલીસે નકલી દુલ્હન અને લગ્ન કરાવનાર દલાલની ધરપકડ કરી છે ત્યારે નકલી ભાઈ બનીને આવેલ રાહુલ સુનિલ જાદવ હાલ ફરાર છે
હવે જોવાનું એ રહે છે કે આ ટોળકીએ અગાઉ કોને કોને શિકાર બનાવ્યા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેનું સત્ય બહાર લાવવાની પોલીસ કોશિશ કરી રહી છે
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર