મોબાઈલ ચાર્જમાં મૂકી રમી રહ્યા હતા ગેમ, અચાનક શોર્ટ સર્કિટ થતા લાગી આગ, ચાર બાળકોના મોત
આજકાલ બાળકોમાં મોબાઈલ ફોનનું જબરું ઘેલું છે. ખાતા પિતા હાથમાંથી મોબાઈલ છૂટતો જ નથી . ઘણી વાર બાળકો ફોનમાં બેટરી નહિ હોવાથી ચાર્જિંગ પોઈન્ટમાં મૂકી અને પાસે બેસીને જ ફોનમાં ગેમ રમતા જોવા મળે છે. જે ખરેખર જોખમી છે. અને અવારનવાર વાલીઓ દ્વારા બાળકોને આપવામાં આવતી હોય છે. પરંતુ મોબાઈલના વ્યસની બાળકો ફોન મુક્તા જ નથી. અને ક્યારેક તેનું ગંભીર પરિણામ પણ ભોગવવું પડતું હોય છે. આવી કેજ એક ઘટનામાં ચાર બાળકોએ જીવ ગુમાવ્યા છે.
મેરઠના પલ્લવપુરમ વિસ્તારમાં એક ઘરમાં મોબાઈલ ચાર્જમાં મુક્યો હતો ત્યારે જ અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં ચાર બાળકોના મોત થયા અને તેમના માતા-પિતા ઘાયલ થયા.
પોલીસ સૂત્રોએ રવિવારે જણાવ્યું કે પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના જનતા કોલોનીમાં જોની નામના વ્યક્તિના શનિવારની રાત્રે ઘરમાં શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગની ઘટના બની ત્યારે મોબાઇલ ફોન ચાર્જ થઈ રહ્યો હતો.
આગ એ થોડી જ વારમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં જોની, તેની પત્ની બબીતા અને ચાર બાળકો સારિકા (10), નિહારિકા (8), સંસ્કાર ઉર્ફે ગોલુ (6) અને કાલુ (4) ગંભીર રીતે દાઝી ગયા હતા. દરેકને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મોડી રાત્રે નિહારિકા અને ગોલુનું મૃત્યુ થયું હતું જ્યારે સારિકા અને કાલુનું રવિવારે સવારે મોત થયું હતું.
સૂત્રોએ જણાવ્યું કે જોનીની હાલત ખતરાની બહાર છે પરંતુ બબીતાની ગંભીર સ્થિતિને જોતા તેને દિલ્હી એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ)માં રીફર કરવામાં આવી છે. જોનીએ જણાવ્યું કે નિહારિકા, ગોલુ અને કાલુ મોબાઈલ પર ગેમ રમતા હતા અને આ દરમિયાન મોબાઈલ પણ ચાર્જ થઈ રહ્યો હતો. તેમણે જણાવ્યું કે આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે