લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. બીજી તરફ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રવિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે મંડી બેઠક પર ટિકિટ આપી છે.
ભાજપે ત્રીજી યાદીમાં તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, જ્યારે ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ચોથી યાદીમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 291 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.