અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા હાઇવે પર Smvs સંસ્થા દ્વારા “અનાદિમુક્ત વિશ્વમ્”નું શિલાન્યાસ કરવામાં આવ્યું, SMVS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ ગુરુવર્ય સત્યસંકલ્પદાસ સ્વામીના સંકલ્પ અનુસાર સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના આધ્યાત્મિક સંકુલનું નિર્માણ કરવા માટે અરવલ્લી જિલ્લા ખાતે મોડાસા-ધનસુરા રોડ પર આશરે 350 વિધા જેટલી જમીન સંપાદિત કરવામાં આવી છે. જેમાં એક ભવ્ય આધ્યાત્મિક ધ્યાન સંકુલનું નિર્માણ કરવામાં આવશે. જેને “અનાદિમુક્ત વિશ્વમ્” એવું નામ સ્વામી દ્વારા રાખવામાં આવ્યું છે. ત્યારે દિવ્ય આધ્યાત્મિક ધ્યાન સંકુલ “અનાદીમુક્ત વિશ્વમ્” નો શિલાન્યાસ તા. 25મી માર્ચ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી કુબેર ડીંડોર, ભીખુસિંહ પરમાર, સહિત કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષી સહિત ધારાસભ્યો, રાજકીય નેતાઓ, સંતો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી