કળિયુ બરાબરનો જામ્યો છે આજના ઇન્ટરનેટના યુગમાં માણસની મનોવૃત્તિ અભણાઈ ગઈ સંબંધો એમનું મહત્વ ગુમાવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં નશાની હાલતમાં પિતાએ પોતાની સગી દીકરી સાથે અડપલા કરી આબરૂ લેવાની કોશિષ કરી છે, જોકે 11 વર્ષની સગીરાએ પ્રતિકાર કરતા પિતા ઘરમાંથી જતો રહ્યો અને આ અંગે પરિવારના અન્ય સભ્યોને જાણ થતાં પોલીસ મથકે દીકરી સાથે છેડતી કરનાર નરાધમ પિતાની ધરપકડ કરી છે. કોણ છે આ આરોપી અને શું છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં
રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી બે દીકરીઓ અને બે બહેન-બનેવી સાથે રહે છે. આરોપીની પત્નીનું 11 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેને સંતાનમાં બે દીકરીઓ છે જેમાં મોટી દીકરી હાલ ધોરણ-10માં અભ્યાસ કરે છે જ્યારે નાની દીકરી 11 વર્ષની હોય જે ધોરણ-6માં અભ્યાસ કરે છે.
બે દિવસ પહેલા આરોપીના બહેન બનેવી બંને મજૂરી કામે ગયા હતા અને મોટી દીકરી અને ભત્રીજો અન્ય પરિજનના ઘરે વેકેશન કરવા ગત હતા અને અન્ય એક બહેન સવારે મજૂરી માટે ગઈ હતી ત્યારે નશાની હાલતમાં ઘરે આવ્યો હતો. જે સમયે ઘરમાં નાની દીકરી હાજર હોય આરોપીએ તેની સાથે અડપલાં કરી કુકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સગીર દીકરીએ બુમાબુમ કરતા આરોપી ઘરમાંથી બહાર જતો રહ્યો હતો, જોકે બાદમાં સગીરાના ફોઈ ઘરે આવતા તેણે આ ઘટનાની જાણ કરી હતી, જે બાદ ઘરના અન્ય સભ્યોને જાણ થતાં અંતે આ મામલે સગીરાના ફોઈએ ભાઈ વિરુદ્ધ છેડતી અંગેની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધાવી હતી.
ઘટનાને લઈને રામોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. આરોપી નશાની ટેવ ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.જોકે ક્યાં સંજોગોમાં આ બનાવ બન્યો તેને લઈને રામોલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી છૂટક મજૂરી કરે છે.તેની એક બહેનના પતિનું અવસાન થયું છે અને તેની પત્નીનું પણ અવસાન થયું હોય તે અન્ય બહેન બનેવી સાથે રહે છે. જોકે આરોપીએ આ પહેલા અગાઉ આવુ કોઈ કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરાઈ છે.