ભાજપની છઠ્ઠી યાદીમાં વધુ ત્રણ સાંસદોની ટિકિટ કપાઇ હતી. હજુ સુધી ભાજપે દસ મંત્રીઓ સહિત કુલ 103 સાંસદોના પત્તાં કાપી નાખ્યા છે. 2019ની ચૂંટણીમાં પાર્ટીએ 119 સાંસદોને ટિકિટ આપી હતી. આ વખતે ભાજપે માત્ર ઓછા લોકપ્રિય સાંસદોને જ નહીં પરંતુ પોતાના વિવાદિત નિવેદનોથી વિવાદો સર્જનારાઓથી પણ કિનારો કરી લીધો છે. તેમાં ગોડસેને મહાન ગણાવનાર ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા, ચોક્કસ સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરનાર પ્રવેશ વર્મા, સંસદમાં લઘુમતી સમુદાયના સાંસદ વિરુદ્ધ ટિપ્પણી કરનાર રમેશ બિધુરી અને પાર્ટી નેતૃત્વને નિશાન બનાવનાર વરુણ ગાંધી જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સપાટો બોલાવ્યો
પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં સૌથી વધુ સાંસદોની ટિકિટો કેન્સલ કરવામાં આવી છે. ગત ચૂંટણીમાં અહીં ક્લીન સ્વીપ કરનાર ભાજપે 26માંથી 14 બેઠકો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. દિલ્હીમાં સાતમાંથી છ સાંસદો અને ઉત્તર પ્રદેશમાં પાંચમી યાદીમાં નવ સાંસદો ફરી ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા. ઓડિશાના ચાર અને બિહાર, કર્ણાટક તથા ઝારખંડના ત્રણ-ત્રણ સાંસદોના પત્તાં કપાયા છે. જ્યારે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી, ત્યારે એક વખત એવું લાગતું હતું કે પાર્ટી સાંસદો માટે મોટું હૃદય રાખશે. પ્રથમ યાદીમાંથી 33 સાંસદોની ટિકિટ કાપવામાં આવી હતી. ત્યારબાદ યુપીના તમામ 41 સાંસદો ટિકિટ મેળવવામાં સફળ રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીઓ પર પણ પડી ગાજ…
મંગળવારે જાહેર કરાયેલી ભાજપની યાદીમાં રાજસ્થાનની બે અને ઈનર મણિપુરની એક બેઠક પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. કરૌલી-ધોલપુર બેઠક પર મનોજ રાજોરિયાના સ્થાને ઈન્દુદેવી જાટવને ટિકિટ આપવામાં આવી હતી, દૌસામાં જસકૌર મીણાની જગ્યાએ કન્હૈયાલાલ મીણાને ટિકિટ આપવામાં આવી હતી અને ઈનર મણિપુર બેઠક પર કેન્દ્રીય મંત્રી રાજકુમાર સિંહની જગ્યાએ બસંત કુમાર સિંહને ટિકિટ આપવામાં આવી હતી. પાર્ટીએ અત્યાર સુધીમાં 405 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હજુ 35 ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. તેમાં મોટાભાગે યુપીના છે. આવી સ્થિતિમાં પાર્ટી ટિકિટ કાપવાના મામલે છેલ્લી ચૂંટણીનો રેકોર્ડ તોડવામાં સફળ રહે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
ભાજપે રનિંગ સાંસદોના પત્તાં કાપવામાં બનાવ્યો રેકોર્ડ, ગુજરાતમાં સૌથી વધુ નવા ચહેરા ઉતાર્યા
Related Posts
Add A Comment