બાધા રાખનાર એક લાકડાના માંચડા ઉપર દોરડા ઉપર લટકીને વિધી પુરી કરે છે
છોટાઉદેપુર ના કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયા નો મેળો ભરાયો જેમાં બે રાજ્યના આદિવાસી સમાજના લોકો આવ્યા ગોળ ફળિયાના મેળામાં આદિવાસી સમાજના લોકોએ શ્રીફળ ફોડી પૂજા અર્ચના કરી બાધા રાખનાર વ્યકતિ લાકડાના માંચડા ઉપર દોરડું બાંધી ગોળ ગોળ ફર્યા જયારે આદિવાસી સમાજના લોકો રામ ઢોલ વગાડી આદિવાસી ટીમલી ના તાલે નાચ્યા હતા જ્યારે આદિવાસી મહિલાઓ એક જ કલરના કપડા તેમજ ચાંદીના આભૂષણો પહેરીને આવી હતી
કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયાનો મેળો ભરાયો જેમાં ગોળ ફળિયા ના મેળામાં ગામ લોકો દ્રારા લાકડાનો એક સ્થમ્ભ ગામના સીમાડે ઉભો કરવામાં આવે છે તેના ઉપર કોતરણી કરી એક માંચડો બેસાડવામાં આવે છે અને એ સ્થમ્ભ ની પૂજા અર્ચના ગામના ભુવા દ્રારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ ગામ ના જે લોકોએ બાધા રાખી હોય તેવા વ્યક્તિને માંચડા છેડે દોરડા વડે લટકાવવામાં આવ્યો હતો અને બંનેવ તરફથી દસ થી પંદર લોકો લાકડા ના માંચડાને ગોલ ગોળ ફેરવે છે સૌથી પહેલા ભુવાને માંચડા ઉપર લટકાવવામાં આવ્યો હતો ત્યાર બાદ અલગ અલગ બાધા રાખનાર લોકોને ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા
આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે આ વખતે રામ ઢોલ સાથે આદિવાસી સમાજના લોકો નાચ ગાન અને નૃત્ય કરી કર્યું હતું જયારે મહિલાઓ એક જ કલર ના કપડા તેમજ ચાંદીના આભૂષણો જેવા કે કળા, આસળી જેવા અનેક પ્રકારના ગળામાં પહેર્યા હતા ગોળ ફળિયાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે ગામ લોકોના જણાવ્યા મુજબ ગોળ ફળિયા ની પૂજા ના કરાય તો ગામમાં આફત આવે છે અને રોગચાળો ગામમાં ફેલાય છે
પૂજા કરવાથી ગામ ની સમૃદ્ધિ થાય છે અને ગામમાં રોગચાળો પણ ફેલાતો નથી અને દર વર્ષે અલગ અલગ લોકો બાધા રાખે છે જેમાં સંતાન પ્રાપ્તિ માટે તેમજ ઘરની મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમજ સમગ્ર જિલ્લમાં રોગચાળો ના ફેલાય તેવી માન્યતા સાથે પૂજા કરવામાં આવે છે અને લોકો દ્રારા બાધા રાખવામાં આવે છે
કવાંટ તાલૂકા ના રૂમડીયા ગામે એક લાકડાના માંચડા ઉપર દોરડા ઉપર લટકીને વર્ષો ની પરંપરા છે તે વિધી પુરી કરે છે આ મેળામાં બે રાજ્યો માંથી આદિવાસી સમાજ ના લોકો આવે છે અને ભારે નાચગાન કરે છે અને મેળાનો આનંદ લૂંટ્યો હતો
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર