- સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી ટકાવારી લેતા હશે? ભરતસિંહ ડાભીને જાહેરમાં આ પ્રકારનો ખુલાસો કેમ કરવો પડ્યો?
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થતા તમામે જોરદાર પ્રચાર શરૂ કરી દીધો છે. આવામાં ભાજપના એક ઉમેદવાર જાહેર મંચ પર ના બોલવાના શબ્દો બોલી ગયા છે. અને હવે પોતાના જ નિવેદન પર ફસાયા છે. આપણે વાત કરિર્હ્યાએ છીએ ભાજપના પાટણ લોકસભાના ઉમેદવાર ભારત સિંહ ડાભીની. ચાણસ્માના પીપળ ગામે પ્રચાર કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરમાં ગ્રાન્ટમાં કટકી મામલે એવું નિવેદન આપ્યુ કે બરાબરના ફસાયા. ત્યારે લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે સાંસદના ગ્રાન્ટમાં કટકી પર રાજકારણ આવ્યું છે.
શું સાંસદો ટકાવારી લે છે?
સાંસદની ગ્રાન્ટમાં ટકાવારી બાબતે ભરતસિંહ ડાભીએ વિવાદિત નિવેદન આપતા કહ્યુ હતું કે, ડેલિકેટ, સરપંચ કે આમ નાગરિક હોય કોઈ જોડે મેં ટકાવારી માંગી નથી. તમે મને સાંસદ બનાવ્યો, જાહેર જીવનના મુદ્દા સાંચવી આ હોદાને ન્યાય અપાવ્યો છે. આમ, ભરતસિંહ ડાભીના નિવેદનને લઈ અનેક તર્કવિતર્ક ઉઠ્યા છે. તેમનું નિવેદન સવાલ કરે છે કે, શું અન્ય સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી ટકાવારી લેતા હશે? એવુ તો શું થયું કે ભરતસિંહ ડાભીને જાહેરમાં આ પ્રકારનો ખુલાસો કરવો પડ્યો.