- કવાંટ ખાતે યોજાયેલ ગેરના મેળામાં પરંપરાગત પોશાકમાં રજૂ થયેલી કૃતિઓએ જમાવ્યુ અનેરું આકર્ષણ
છોટાઉદેપુર જિલ્લાના લોકોમાં મતદાન અંગે જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત કવાંટ ખાતે યોજાયેલ પ્રસિદ્ધ ગેરના મેળામાં સ્થાનિક આદિવાસી લોકો દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી પરંપરાગત પોશાક, ઢોલ, સંગીત વાદ્ય સાથે નાટક-નૃત્ય રજૂ કરીને લોકોને મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, કવાંટ મામલતદાર સહિત અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર