શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, SDRF અને રામબન સિવિલની QRT ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. કેબમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરોના મોતની આશંકા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, SDRF અને સિવિલ QRTની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા વહેલી સવારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ટીમે અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. પરંતુ વિસ્તારમાં ઉંડી ખાડો, અંધારપટ અને વરસાદના કારણે બચાવ કામગીરી હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે.