કલ્લાકો સુધી લાઈન મા લાગી રહયા બાદ પણ પૂરતો ગેસ મળતો ના હોવાની સમસ્યામાથી રાહત મળશે…
છોટાઉદેપુર જીલ્લામા બોડેલી ખાતે આવેલા CNG પંપ પર ગેસ ના પ્રેસર ની સમસ્યા ને લઇ ગેસ થી ચલાવતા વાહન ચાલકો રિક્ષા ચાલકો ની હાલત કફોડી બની હતી ત્યારે હવે CNG ગેસ પમ્પ ના શરૂ થયાને બાર વર્ષ બાદ અહીં બુસ્ટર લગાવી ગેસ ભરવાનું શરુ કરવામા આવતા બાર વર્ષે બાવો બોલ્યો છે એમ કહી શકાય
એક તરફ સરકાર દ્વારા પ્રદુષણ ને લઇ ડીઝલ થી ચાલતા વાહનો બંધ કરી CNG તરફ લોકો વળે તે પ્રકાર ના પ્રયાસો હાથ ધરવામા આવ્યા બાદ લોકો પોતાની પેટ્રોલ કાર કે વાહનો મા મોંઘી દાટ CNG કીટ ફીટ કરાવી પેટ્રોલ કરતા સસ્તા દરે ચલાવી શકાય તે માટે કોસીસ કરી લોકો પોતાના કામ અર્થે કે વેપાર ધંધા અર્થે CNG વાહનનો ઉપયોગ કરી રહ્યા છે
છોટાઉદેપુર જીલ્લાની વાત કરીએ તો બોડેલી ના હાલોલ રોડ પર આવેલા CNG પંપ પર ગેસ ભરાવવા લાઈનો લાગી રહી હતી કારણ કે અહી બુસ્ટર લાગેલુ ના હોવાથી અને પ્રેશર મળતુ ન હતુ જેને લઈ ખાસ કરીને બોડેલી તેમજ આસપાસના રિક્ષા ચાલકો તેમજ વાહન ચાલકોને પોતાનો કામ ધંધો છોડી કલ્લાકો લાઈનો મા લાગી રહેવું પડેતુ હતુ અને લાઇન માં લાગ્યા બાદ પણ પૂરતો ગેસ ના મળતા પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ હતુ
તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ યાત્રાધામ પાવાગઢ ના પ્રવાસે નીકળેલા પ્રવાસીઓ અહી CNG ગેસ ભરાવવા આવતા વાહન ચાલેકોને પણ પૂરતો ગેસ ના મળતા નિરાશ થઇ ને જવાનો વારો આવતો હતો
બોડેલીના હાલોલ રોડ પર શરૂ કરવામાં આવેલા કરણ પેટ્રોલ પમ્પ પર CNG ગેસ ની ટાંકીઓ વાળી ગાડી લગાવી ગેસ ભરી આપવાની બાર વર્ષ પહેલા શરૂઆત કરવામાં આવી હતી પરંતુ બુસ્ટર વગર વાહન ચાલકો ને પૂરતો ગેસ ના મળવાની સમસ્યા સર્જાતા વાંરવાર રજૂઆતો કરવામાં આવી હતી દિવસે ને દિવસે
CNG ના વાહનો વધતા જતા તો અહીં વાહનોની કલાકો સુધી લાંબી લાંબી કતારો લાગવા લાગી તો સ્થાનિક રીક્ષા ચાલકો તેમજ સ્કૂલ વાન વાળાઓ તો અહીં જ પોતાના વાહનો મૂકી રાતવાસો પણ કરતા.. કે સવારે વહેલા ગેસની ગાડી આવે એટલે એમને પૂરતો ગેસ મળી જાય
છોટાઉદેપુર જિલ્લામા આ એક માત્ર ગેસ પમ્પ હતો તે માટે સમસ્યા વધતી ગઈ… જો કે થોડા સમય અગાઉ છોટાઉદેપુર, ગામડી, સંખેડા ખાતે CNG પમ્પ શરૂ થવાથી થોડીક રાહત મળી હતી પરંતુ બોડેલી ના સ્થાનિકોની સમસ્યા દૂર થઈ ન હતી હવે બોડેલીના CNG ગેસ પમ્પ બુસ્ટર લગાવી અને ગેસ ભરવાની શરૂઆત કરાતા વાહન ચાલકોને હવે રાહત થશે તેમ લાગતા આ વિસ્તાર ના CNG થી ચલાવતા વાહન ચાલકોમા આનંદની લાગણી જોવા મળી રહી છે
સુલેમાન ખત્રી ; છોટાઉદેપુર