એસ.ટી.વર્કર્સ યુનિયન હિંમતનગર વિભાગ ની સાધારણ સભા ફેડરેશનના પ્રમુખ શ્રી ઇન્ર્દસિંહ પી જાડેજાના પ્રમુખ સ્થાનને તા.31-3-2024 નારોજ
ઈડર મુકામે યોજાયેલ જેમાં ફેડરેશન નાજનરલ સેક્રેટરી શ્રી જયંતિભાઇ પટેલ, ખજાનચી શ્રી જયોતિન્ર્દ વ્યાસ,
સં.મંત્રીશ્રી
અજમેરીભાઇ, વિભાગ ના કા પ્રમુખ શ્રી અજીતસિંહ જેતાવત, શ્રી રીયાઝભાઇ, જનરલ સેક્રેટરી શ્રી સતીષભાઇ પટેલ, અમદાવાદ વિભાગ ના એડી જનરલ સેક્રેટરી શ્રી અલ્પેશભાઇ કલોત્રા, શ્રી પરબતસિંહ ચૌહાણ, શ્રી વિક્રમસિંહ, વિભાગ ના હોદ્દેદારો ને આગેવાનો, કર્મચારી ઓ મોટી સંખ્યામાં હાજર રહેલા.
સૌનું સ્વાગત કરવામાં આવ્યું, જનરલ સેક્રેટરી શ્રી સતીષભાઇ એ સ્વાગત પ્રવચન કરી
વિભાગ ની સંગઠન ની કામગીરી ને સભ્ય સંખ્યા અંગે વિગતે સમજ આપી હતી. જયંતિભાઇ પટેલે ફેડરેશન ની કામગીરી ,કાયદાકિય કાર્યવાહીની વિગતે સમજ આપી હતી,ફેડરેશનના પ્રમુખ શ્રી એ MBBS માં પાસ થઇ ડૉક્ટરની પદવી મેળવતા તેમનું શિલ્ડ આપી સન્માન કરેલ ,ફેડરેશન ધ્વારા આયોજીત હરદ્વાર ની સાધારણ સભા ની સમજ આપી હતી, કર્મચારી ઓ ના પ્રશ્નો ને ફેડરેશન ની કર્મચારી કલ્યાણ કારી , કામ ની જાણકારી આપી હતી. સને 2024-25 ના એસ.ટી.વર્કર્સ યુનિયન હિંમતનગર વિભાગ ના કા.પ્રમુખ તરીકે શ્રી અજીતસિંહ જેતાવત ને શ્રી રીયાઝભાઇ કુરેશી ની જનરલ સેક્રેટરી તરીકે શ્રી સતીષભાઇ પટેલ ની નીમણૂંક કરેલ જેને સર્વાનુમતે મંજૂર કરેલ. ઈડર ડેપો ના આગેવાન શ્રી રમેશચંદ્રસિંહ ચાવડા. ની નિવૃત્તિ ને સન્માનિત કરી તેમનું નિવૃત્ત જીવન તંદુરસ્ત ભક્તિમય શઆનંદિતમાય રહે તેવી માતાજી ને પ્રાર્થના કરી, હતી .