અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને વિરોધ થઈ રહ્યો છે. જો કે, અહીં ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને પક્ષે ભૂપેન્દ્ર ચુડાસમાને અમરેલી દોડાવ્યા હતા. આ વિવાદને લઈને ભૂપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઈ રોષ નથી. ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે.
અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરીયાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમર લડી રહ્યા છે ત્યારે ભરત સુતરિયા સામે આંતરિક વિરોધ એટલો ઉગ્ર બન્યો છે કે શનિવારે મોડી રાતે સુતરિયાને બદલવાની માગણી કરનારા કાર્યકરો પર પક્ષના જ બીજા જૂથના કાર્યકરોએ હુમલો કર્યો હતો.
અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં હતા. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના પોસ્ટર વોર જોવા મળી રહી છે. અહીંના ઉમેદવાર ભરત સુતરિયે બદવાના પોસ્ટર લાગ્યા હતાં.