શ્રી શનિદેવ મંદિર ડભોઇ ખાતે ભાગવત કથા તેમજ ધ્યાન શીખવાડવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
………….
શ્રી શનિદેવ મંદિર ડભોઇ ખાતે આજે શ્રી શ્રી સનાતનજી મહારાજની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકાત્મ અભિયાન અંતર્ગત હાર્ટ ફુલનેસ સંસ્થા દ્વારા નિ-શુલ્ક ધ્યાન શીખવાડવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ
સંસ્થાનું મુખ્યાલય કાન્હા શાંતિવનમ,હૈદરાબાદ ખાતે છે.
જેના સ્વયંસેવકો વડોદરા થી ધ્યાન કરાવવા માટે આવ્યા હતા જેમાં કિન્નરીબેન જા સુરેશકુમાર જા બંટી ભાઈ પ્રજાપતિ ભાઈ અને શ્રી શનિદેવ મંદિરના સંચાલક વિનોદભાઈ સોલંકી અને તેમની ટીમ અને ડભોઇની શનિદેવ મંદિરના આજુબાજુના ધર્મપ્રિય ભાઈ બહેનો ઉપસ્થિત રહી લાભ લીધો અને ધ્યાન કરીને તેમનું મન પ્રફુલિત થઈ ગયું હલકું થઈ ગયું અને આ ધ્યાન શિબિર ત્રણ દિવસ ચાલશે તેવું હાર્ટ ફુલનેસ સંસ્થા ના મુખ્ય કિન્નરી બેને જણાવ્યું હતુ તેઓ ત્રણ દિવસ રોજ રાત્રે 9:00 વાગે આવીને આ ધ્યાન શિબિરમાં મુખ્ય ભૂમિકા ભજવશે
વિનોદભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે શ્રી શનિદેવ ભગવાનનો જન્મ દિવસ 6 જૂનના દિવસે આવી રહ્યો છે ત્યારે શ્રી શ્રી સનાતનજી મહારાજની સાત દિવસની ભાગવત કથા કરવાનું પણ આયોજન રાખેલું છે અને ત્યારે ભવ્યથી અતિ ભવ્ય ભોજન ભંડારણ પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે મિત્રો વિનોદભાઈ સોલંકી સાથે મહેન્દ્રભાઈ રાઠોડ અશોકભાઈ પ્યારેલાલ રામકિલોના અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા શ્રી શ્રી સનાતનજી મહારાજના કથાના આયોજનના ભાગ રૂપે અલગ અલગ કાર્યકરની નિમણૂક કરવામાં આવી જેમાં અંજુબેન ને અધ્યક્ષ બનાવ્યા સાથે ભારતીબેન રાજેશ્રીબેન વિલાસબેન ધનવરીબેન અને બહેનો પણ સાથે ઉપસ્થિત રહી એકબીજા સાથે મળી અને શ્રી શ્રી સનાતનજી મહારાજની કથા નું આયોજન કઈ રીતે કરવાનું કઈ રીતે સુશોભિત કરવાનું કઈ રીતે પોથીયાત્રા અને ગુરુજીનું સામાયું કઈ રીતે કરવુ તે માટે આયોજન કમિટી પણ બનાવવામાં આવી હતી
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર