@nilesh maru, jetpur
જેતપુરમાં આંગડીયા પેઢીનો કર્મચારી એક લાખ રૂપિયા ભરેલો થેલો બાઈકમાં રાખીને ઓફિસમાં તાળું મારતો હતો તે સમય દરમિયાન પાછળથી બાઈક ઉપર આવેલ બે શખ્સો થેલો ચોરી કરી નાશી ગયા હોવાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. જે બાબતે સીટી પોલીસ અને LCB એ સીસીટીવી ફૂટેજ પરથી અમદાવાદ જિલ્લાના છારા ગેંગના બે રીઢા ચોરોને ઝડપી લીધા હતાં.
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના જુના પાંચપીપળા રોડ પર રહેતા અને એમજી રોડ પર આવેલ ઈશ્વર બેચાર નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હરિભાઈ ગોસાઈએ સીટી પોલીસ સ્ટેશનમાં એક ચોરીની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ મુજબ, હરિભાઇ ૪ એપ્રિલના સાંજના આશરે છએક વાગ્યે આંગડીયા પેઢીની દુકાન બંધ કરવી હોય જેથી દુકાનમાં રહેલ એક લાખ રૂપિયા થેલામાં રાખી તે થેલો દુકાન બહાર બાઇકની સીટ પર રાખ્યો હતો. અને દુકાનનું તાળુ બંધ કરવા ગયો તેવામાં પાછળથી કોઈ બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી સીટ પર રાખેલ થેલો લઇને જતા રહેલ. ફરીયાદીને એમ થયેલ કે, કોઈ તેની મજાક કરે છે અને રૂપિયા પાછા આપી દેશે. જેથી તેઓ બે ત્રણ દિવસ આજુબાજુના દુકાનદારોની પૂછપરછ કરતા રહ્યા અને પોલીસ ફરીયાદ કરવા માટે ગયેલ નહી. પરંતુ રૂપીયાનો થેલો પાછો આપવા કોઈ ન આવતા આઠ એપ્રિલે જેતપુર સીટી પોલીસ સ્ટેશને જઈ એક લાખ રૂપીયા ભરેલ થેલો કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયાની ફરીયાદ હરિભાઇએ નોંધાવી હતી.
નવતર પ્રકારની ચોરીની ફરીયાદ નોંધાતા જ જેતપુર સીટી પોલીસ તેમજ એલસીબીએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. જેમાં સૌ પ્રથમ બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારોના એમજી સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે શખ્સો થેલો ચોરીને જતા નજરે પડ્યા હતાં. ત્યારબાદ પોલીસે પોતાના બાતમીદારો પાસેથી તેમજ ટેક્નિકલ હ્યુમન સોર્સના મારફત માહિતી મળેલ કે અમદાવાદ જિલ્લાની છારા ગેંગના સભ્યો જેતપુરમાં જોવા મળ્યા હતાં. અને તેઓ આ ચોરીમાં સામેલ છે જેથી પોલીસ તરત જ અમદાવાદ પહોંચી છારા ગેંગની તપાસ કરતા અમદાવાદ જિલ્લાના કુબેરનગર, છારાનગર સીંગલ ચાલીમાં રહેતો સુજીતભાઇ નારજીભાઇ ઇન્દરેકર અને છારાનગરની નવખોલીમાં રહેતો ચેતન ઉર્ફે ચીન્ટુ વિજયભાઇ ઘમન્ડે નામના બે શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે બંનેની તેઓના ઘરેથી ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં વપરાયેલ બાઇક અને ચોરીની ૧ લાખ રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી હતી.
ચોરીના ગુન્હામાં ઝડપાયેલા બંનેછારા ગેંગના રીઢા તસ્કરો હોવાનું ખુલ્યું બંને સામે ભુતકાળમાં અમદાવાદના નવરંગપુરા, બાપુનગર, સરદારનગર, માધવપુરા, સાબરમતી, કોટડા, રાણીપ, ગાંધીનગર અડાલજ, નવસારી ટાઉનશીપ સહિતના પોલીસ સ્ટેશનમાં ૧૧ જેટલા ચોરીના ગુન્હા નોંધાયા છે. અંર છારા ગેંગના આરોપીઓ બેંક, એટીએમ, આંગણિયા પેઢીની આજુબાજુના વિસ્તારની રેકી કરી મોટર સાયકલ ડિક્કી તેમજ થેલામાં રાખેલ રૂપિયાના બંડલો નઝર ચૂકવી ચોરી કરતા હોવાનું જાણવા મળેલ છે.
Autism : વિજ્ઞાન પાસે પણ આ ડિસઓર્ડરનો ઈલાજ નથી, બાળકોમાં આ રોગનું જોખમ ઝડપથી વધી રહ્યું છે
ઉનાળો છે કે ચોમાસુ? ગરમીના પ્રકોપ વચ્ચે કરવામાં આવી છે વરસાદની આગાહી
Video : ચાઉમીન કે નુડલ્સ પ્રેમીઓ, આ વાયરલ વીડિયો ન જોતા… તમને નૂડલ્સથી નફરત થઇ જશે
આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ,મંદિરોમાં વિશેષ પુજા-આરતીનું આયોજન
‘આજે પણ દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે’, અર્ધ નગ્ન મહિલાની પરેડની ઘટના પર HCની કડક ટિપ્પણી
To Join our whatsapp group pl click below link
https://chat.whatsapp.com/Kfi1IUcU30h55YYfM90XxJ