છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમથી મનાવાઈ રમજાન ઈદ
- દેશ અને દુનિયામા અમન સુખ શાંતિ સમૃદ્ધિ માટે દુઆઓ ગુજારવામા આવી
- પોતાના રબ ને રાજી કરવા ધમધોકતા તાપની આકરી ગરમીમા…નાના ભૂલકાઓ પણ આકરા રોજા રાખ્ય
આજે દેશભરમા ઈદ ઉજવાઈ રહી છે તે જ પ્રમાણે છોટાઉદેપુર રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી જેને ઈદ-ઉલ-ફિત્ર અથવા તેમજ રમઝાન ઈદ પણ કહેવાય છે પવિત્ર માસ રમઝાનના પૂર્ણ થતા ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે. એની સાથે જ રોઝા અને રમઝાન પૂર્ણ થઇ જાય છે. આખી દુનિયામાં મુસ્લિમો હર્ષોઉલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે. આ દિવસે નવા કપડાં પહેરે છે, એક બીજાને ગળે લગાવી ઈદ મુબારક આપે છે. ઈદના અવસર પર મીઠો સેવૈયો બનાવે છે. પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત સાથે રોઝા રાખવામાં આવે છે. અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે. રમઝાનના 29મા કે 30મા રોજા બાદ ઈદ-ઉલ-ફિત્રના તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે ઈદ-ઉલ-ફિત્ર એ રમઝાન માસ ના પૂર્ણ થવાનો સંદેશ છે.
મુસ્લિમોનું હિજરી કેલેન્ડર ચંદ્ર પર આધારિત છે રમઝાન માસની શરૂઆત ચાંદના દીદાર થી થાય છે અને ઈદ પણ ચાંદના દીદાર બાદ મનાવવામાં આવે છે.
જ્યારે પવિત્ર રમઝાન માસને સખાવતનો માસ એટલે કહેવાયો છે કે ધનવાન મુસ્લિમોને ઇસ્લામ ધર્મના આદેશ મુજબ પુરા વર્ષ દરમિયાન પોતાના વ્યવસાયમાં કમાણી થાય છે. તે આખા વર્ષની કમાણીમાંથી જકાત રૂપે જે નાણાં કાઢવાનો આદેશ અપાયો છે. તે નાણાં અલગ કરી આર્થિક રીતે ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની ગરીબ લોકોની સહાય કરે છે. જેથી ગરીબ વર્ગના લોકો પણ રમઝાન માસમાં સારૂ સારૂ પકવાન આરોગી શકે અને ઉમદા વસ્ત્રો પરિધાન કરી ઇદની ઉજવણી કરી શકે . એટલે જ મુસ્લિમ સંપ્રદાયના અતિ મહત્વપૂર્ણ ગણાતા રમઝાન માસને ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમા માસ તરીકે ઓળખવામાં આવે છે
ઈદ નફરત ભૂલીને એકબીજા સાથે પ્રેમ વધારવાનો સંદેશ આપે છે. આના કારણે લોકો તેમની વચ્ચેની નારાજગી દૂર કરે છે અને ખુશીથી ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે. આ પ્રસંગે એકબીજાને ભેટ પણ આપવામાં આવે છે. પરિવારના વડીલ સભ્યો નાનાને ઈદી આપે છે.
ઈદ-ઉલ-ફિત્રના અવસરે મિત્રો, સંબંધીઓ અને શુભેચ્છકો એક બીજા ના ઘરે જાય છે ત્યારે સેવૈયા વાળા દૂધ પુરી સાથે અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે
આજે બોડેલી નગર ની વિવિધ મસ્જિદો જુમ્મા મસ્જિદ, દારુલ ઉંલુમ કુબેરનગર, મેમણ મસ્જિદ રામનગર, મસ્જીદે એસ.ટી ડેપો પાછળ બોડેલી શહીત સમગ્ર જિલ્લાની મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી બાદ દેશ અને દુનિયામાં અમન સુખ શાંતિ સમૃદ્ધિ રહે તે માટે પણ દુવા ગુજારાવામાં આવી
સુલેમાન ખત્રી ;; છોટાઉદેપુર