જેલમાં કેજરીવાલ જાણી જોઈ કેરીઓ ખાઈ રહ્યા છે
આજે દિલ્હીની કોર્ટમાં લિકર પોલિસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં EDએ દાવો કર્યો કે, ‘તેઓ મેડિકલ આધારે જામીન મેળવવા માટે જાણીજોઈને શુગર લેવલ વધરવા મીઠી વસ્તુ ખાઈ રહ્યા છે.’ ઈડીએ કોર્ટમાં કહ્યું કે, ‘કેજરીવાલને ટાઈપ-2 ડાયાબિટિઝ (Diabetes) છે, પરંતુ તેઓ મેડિકલ જામીન મેળવા જાણીજોઈને જેલમાં બટેટા-પુરી, મીઠાઈ અને કેરી ખાઈ રહ્યા છે.
EDએ કેજરીવાલના આરોગ્ય અંગે કોર્ટમાં શું કહ્યું ?
ઈડીએ કહ્યું કે, ‘કોર્ટે તેમને ઘરનું જમવાનું આપવા માટે મંજૂરી આપી છે. અમને જેલનાં ડીજીએ કેજરીવાલનો ડાયટ પ્લાન મોકલ્યો છે. તેમને બીપીની સમસ્યા છે, પરંતુ જુઓ તે શું ખાઈ રહ્યા છે – બટેકાની પુરી, કેરી…’
ઈડીએ કહ્યું કે, ‘ટાઈપ-2 ડાયાબિટિઝગ્રસ્ત વ્યક્તિ આવી વસ્તુઓ ખાય, તેવું અમે ક્યારે સાંભળ્યું નથી, પંરતુ તેઓ દરરોજ બટેકા-પુરી, કેરી અને મીઠી વસ્તુઓ ખાઈ રહ્યા છે. તેઓ મેડિકલ જામીન મેળવવા માટે આવી વસ્તુઓ ખાઈ રહ્યા છે.’
ઈડીની દલીલો બાદ કોર્ટે જેલ વહિવટીતંત્ર પાસે કેજરીવાલના ડાયટ અંગેનો રિપોર્ટ માંગ્યો છે. આ મામલે હવે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.