ઈરાની અધિકારીઓએ ખરાબ સમાચાર જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને દેશના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું છે. ગાઢ ધુમ્મસમાં પર્વતીય વિસ્તારને પાર કરતી વખતે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રોયટર્સે સોમવારે ઈરાનના એક અધિકારીને ટાંકીને આ માહિતી આપી હતી.