How BJP Plan To Tackle Nitish Kumar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની બે લોકસભા ચૂંટણીમાં પોતાના દમ પર બહુમતી મેળવી સરકાર ચલાવી હતી, જોકે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તેઓ ગઠબંધન સરકાર ચલાવવા મજબુર બન્યા છે. ભાજપ બાદ NDAમાં સામેલ પક્ષોમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડે (JDU) સૌથી વધુ બેઠકો જીતી છે, તેથી આ બંને નેતાઓએ ભાજપ પાસે ઘણા મહત્વના મંત્રાલયો માંગ્યા છે. નાયડુએ લોકસભામાં અધ્યક્ષ પદની માંગ કરી છે, તો નીતીશની પાર્ટીએ અગ્નિવીર જેવા મુદ્દાઓ ઉઠાવી મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટો પર સવાલો ઉઠાવ્યા છે. 12 બેઠકો જીતનાર નીતીશ કુમારના આ દબાણને કારણે ભાજપ થોડું ટેન્શનમાં છે. બીજીતરફ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ભાજપે આ દબાણથી બચવા માટે નાના પક્ષો અને અપક્ષ સાંસદો સાથે વાતચીત કરવાની શરૂ કરી દીધી હોવાની માહિતી સામે આવી છે.
‘જો ટીડીપીને લોકસભા અધ્યક્ષનું પદ આપી દીધું તો…’
Bjp નું માનવું છે કે, નીતીશ કુમાર સાથે રહે, તો પણ પાર્ટીએ 290 સાંસદો સાથે સરકાર બનાવવી જોઈએ. કારણ કે જો આગળ જતા નીતીશ કુમાર દબાણ કરે તો તેમનો સામનો કરી શકાય. આ ઉપરાંત ભાજપ લોકસભાનું અધ્યક્ષ પદ પણ આપવા માંગતી નથી, કારણ કે જો કોઈ સાથી પક્ષ સમર્થન પરત ખેંચે, તો તેમાં અધ્યક્ષનો રોલ મહત્વનો બની જાય છે. ટીડીપી સત્તાની ચાવી પોતાના હાથમાં રાખવા માટે અધ્યક્ષ પદ પર નજર રાખીને બેઠો છે, તેથી ભાજપ આ પદને પણ આપવામાં ખચકાઈ રહી છે.
Bjp રિપોર્ટ કાર્ડ મજબૂત કરતા મંત્રાલયો પોતાની પાસે રાખશે
ભાજપે સાથી પક્ષોને સ્પષ્ટ કરી દીધું છે કે, તે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ હેઠળના ચાર મંત્રાલયો નહીં આપે. આ ચાર મંત્રાલય છે – ગૃહ મંત્રાલય, સંરક્ષણ, નાણાં અને વિદેશ મંત્રાલય. આ ઉપરાંત ભાજપ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય પણ પોતાની પાસે રાખવા માંગે છે. નિતિન ગડકરીએ આ મંત્રાલયમાં રહી છેલ્લા 10 વર્ષમાં શ્રેષ્ઠ કામ કર્યું છે. તેમણે ઘણા એક્સપ્રેસવે અને હાઈવેની સ્થિતિ સુધારી છે. તેથી ભાજપ રિપોર્ટ કાર્ડ મજબૂત કરતા મંત્રાલયો પોતાની પાસે રાખવા ઈચ્છે છે.
જેડીયુની રેલવે મંત્રાલય પર નજર, પણ ભાજપ નહીં આપે
મંત્રાલયની ખેંચતાણમાં રેલવે વિભાગ પણ આવી ગયું છે. નરેન્દ્ર મોદી સરકારના બે કાર્યકાળમાં રેલવેમાં ઘણા ફેરફારો થયા છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને દોડાવાઈ છે, ટ્રેકનું ડબલીંગ અને ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. તેથી ભાજપ આ મંત્રાલય જેડીયુને આપી સુધારાઓ પર બ્રેક મારવા ઈચ્છતી નથી. ભાજપ ઈચ્છે છે કે, ગઠબંધનના પક્ષોને ફૂડ પ્રોસેસિંગ, ભારે ઉદ્યોગો જેવા મંત્રાલયો આપવામાં આવે. ભાજપ જે મંત્રાલયમાં શ્રેષ્ઠ કામગીરી થવાના કારણે રિપોર્ટ કાર્ડ સુધર્યા છે, તેવા મંત્રાલયો પોતાની પાસે રાખવા ઈચ્છે છે.
અયોધ્યામાં ભાજપને રામલલ્લાના આશીર્વાદ ન મળ્યા, સાથે આસપાસની બેઠકો પણ ગુમાવી
ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા જવાને કંગના રનૌતને મારી થપ્પડ…. મંદીના સાંસદનો આરોપ