દિલ્હીએ RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ જીતી હતી. તે જ સમયે, મેચ પહેલા વિરાટ કોહલીનો સામનો તેના બાળપણના કોચ રાજકુમાર શર્મા સાથે થયો હતો. પોતાના મેન્ટરને જોઈને કોહલી ભાવુક થઈ ગયો અને કોચના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. વાસ્તવમાં દિલ્હી અને બેંગ્લોર વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. કોહલીએ પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત આ મેદાન પર કરી હતી, કોહલીનો આ મેદાન સાથે જૂનો સંબંધ હતો. તે જ સમયે, કોચ પ્રત્યે કોહલીના આવા હૃદયસ્પર્શી વર્તનને જોઈને, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને(kevin pietersen ) ટ્વિટ કરીને દિલ્હી કેપિટલ્સ ટીમ મેનેજમેન્ટને અપીલ કરી. વાસ્તવમાં પીટરસન ઇચ્છે છે કે કોહલી તેના ઘરે પરત ફરે. મતલબ કે તે હવે આઈપીએલમાં તેની હોમ ટીમ દિલ્હી તરફથી પણ રમતા જોવા મળે છે.
પૂર્વ અંગ્રેજ ક્રિકેટરે ટ્વીટ કરીને લખ્યું, “કોહલીના બાળપણના કોચને મળ્યાના ફૂટેજથી મને વિચાર આવ્યો, વિરાટને ઘરે લાવો.. મોટી ટ્રાન્સફર મની ચૂકવીને આગામી સિઝન માટે વિરાટને દિલ્હી લઈ આવવું જોઈએ.
The wonderful footage of Virat saying hello to his childhood coach made me think…BRING VIRAT HOME!
Delhi should make a huge transfer play and bring VIRAT back home from next season.
Beckham, Ronaldo, Messi etc all moved in their career…Thoughts?
— Kevin Pietersen🦏 (@KP24) May 6, 2023
પીટરસનના આ અપીલ ટ્વિટ પર ચાહકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પીટરસને આ સવાલ પૂછીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોલ પણ કરાવ્યો હતો, જેમાં 57% લોકો ઇચ્છે છે કે કોહલી ઘરે પરત ફરે, જ્યારે 43% લોકો ઇચ્છે છે કે કિંગ RCB તરફથી રમતા રહે.
IPL 2023 ની 50મી મેચમાં, કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામે 46 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી, આ તેની IPL કારકિર્દીની 50મી અડધી સદી હતી. આ દરમિયાન કોહલીએ IPLમાં 7000 રન પણ પૂરા કર્યા. કોહલી IPLના ઈતિહાસમાં 7000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે.