મહેસાણાનાં ભાન્ડું ગામ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં ઈકો ચાલક રાહદારી મહિલા અને બાળકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ત્યારે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ભાન્ડુ પાસે વારંવાર અકસ્માત થતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. ત્યારે આ બાબતે વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાધ ધરી છે.
મહેસાણાનાં ભાન્ડુ પાસે થયેલ અકસ્માત મામલે સમગ્ર ઘટનાની સીસીટીવી સામે આવ્યા છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારે પરિવારને અડફેટે લીધો હતો. કારની અડફેટે બે વ્યક્તિનાં મૃત્યું થયા હતા. જ્યારે એક બાળકને પણ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. સીસીટીવીમાં 2 બાળકો અને મહિલાને 15 ફૂટ જેટલા ફંગોળતા નજરે પડે છે.