- જ્ઞાન સાધના Scholarship યોજના જાહેર કરવામાં આવી
- દર વર્ષે રૂ. 25,000 તેજસ્વી વિધાર્થીઓને અપાશે સ્કોલરશીપ
- યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ આપવી પડશે પરીક્ષા
વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી Scholarship યોજના જાહેર કરી છે જે જ્ઞાન સાધના Scholarship યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.
તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે
આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 Scholarship અપાશે તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે તેમજ ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત શાળામા સળંગ અભ્યાસ કરવો હોવો જરૂરૂ છે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ- 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, 2012 અન્વયે 6થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25ટકાની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઇ હેઠળ સ્વનિર્ભ૨ શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવીને ધોરણ-8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની આવક જ્ઞાન સાધના કોલરશીપ પરીક્ષા વખતે આરટીઈ એક્ટ, 2009ની કલમ 12 (1) (સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરિટના ધોરણે રાજ્યમાં કાર્ય૨ત તમામ બોર્ડ સાથે સંલગ્ન રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-9માં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિદ્યાર્થીઓને કોલરશીપ આપશે
જ્ઞાન સાધના Scholarship યોજના લાભો
દર વર્ષે નવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-9 થી 10 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ. 20,000 અને ધોરણ-11થી 12 સુધીના અભ્યાસ દરમ્યાન વર્ષિક રૂ. 25,000ની સ્કૉલરશીપ આપવામાં આવશે.