Education Inflation : શાળાઓમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે. શાળાઓ શરૂ થવાને હજુ થોડી વાર છે અને વેકેશન બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ નવું શૈક્ષણિક સત્ર વાલીઓનાં ખિસ્સાંનો ભાર વધારશે તે વાત નિશ્ચિત છે. ખાનગી શાળાની ફી વધવાના કારણે વાલીનું બજેટ પહેલેથી (Education Inflation )જ બગડ્યું છે અને ઉપરથી સ્ટેશનરી, યુનિફોર્મ તેમજ સ્કૂલ બેગના ભાવમાં પણ વધારો થઈ ચૂક્યો છે.
વિદ્યાર્થીનાં યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્ટેશનરી એમ તમામ વસ્તુના ભાવમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેનો બોજો વાલીએ સહન કરવાનો રહેશે. વેકેશન દરમિયાન જ બજારમાં આ તમામ વસ્તુની ઘરાકી નીકળી છે. પણ ગત વર્ષની તુલનાએ આ વખતે વાલીએ વધારે ભાવ ચૂકવવા પડે છે. સ્કૂલમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રોડક્ટસની સાથે સાથે સ્કૂલ વર્ધી માટેની રિક્ષાઓ અને વાનનાં ભાડાં પણ વધી ગયાં છે.
Uniformની કિંમત વધી
800 રૂપિયાના Uniformની કિંમત વધીને 1000 રૂપિયા થઈ ગઈ છે યુનિફોર્મનું વેચાણ કરતા વેપારીનાં જણાવ્યા અનુસાર યુનિફોર્મના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. જે યુનિફોર્મ પહેલાં 700 રૂપિયાનો હતો તે હવે 840 રૂપિયા સુધીનો થઈ ગયો છે અને 800 રૂપિયાનો યુનિફોર્મ 1000 રૂપિયામાં મળે છે.
મોટાભાગના વાલી Uniformની બે જોડ ખરીદતા હોય છે. આથી તેમણે 500થી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે. વિદ્યાર્થી સ્કૂલમાં જે વસ્તુ વાપરે છે તેમાં સ્કૂલ બેગ સૌથી મોંઘી પ્રોડકટ હોય છે. રસ્તા પર મળતી 400 રૂપિયાની સ્કૂલ બેગથી માંડીને દુકાનમાં મળતી 3000 રૂપિયાની બ્રાન્ડેડ સ્કૂલ બેગ એમ 50થી 60 પ્રકારની સ્કૂલ બેગ બજારમાં ઉપલબ્ધ છે.
School bagના વેપારી કહે છે કે, જૂનો સ્ટોક હોય ત્યાં સુધી જૂના ભાવે School bag વેચીશું. પણ મટિરિયલના ભાવ વધ્યા હોવાથી School bagનો જે નવો સ્ટોક આવ્યો છે. તેમાં 20 ટકાનો ભાવવધારો થયો છે. દરેક વાલી સરેરાશ હવે 1000થી 1500 રૂપિયાની કિંમતની સ્કૂલ બેગ ખરીદે છે. આમ School bag દીઠ 150થી 200 રૂપિયા વધારે ચૂકવવા પડશે.
Notebook 100 પેજ, 200 પેજ ઉપરાંત એ-4, એ-5 એમ અલગ-અલગ સાઈઝ અને અલગ-અલગ પ્રકારમાં મળતી હોય છે અને એ પ્રકારે તેનો ભાવ નક્કી થતો હોય છે. આ તમામ Notebookના ભાવમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. દરેક વિદ્યાર્થી દીઠ નોટબુકના વધેલા ભાવના કારણે વાલીઓનાં બજેટમાં 500થી 600 રૂપિયાનો બોજો આવશે. પેન્સિલ, રબર અને કલરના ભાવ પણ 20થી 25 ટકા વધી ગયા છે.