- જીયોલોજીકલ ટીમ, મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી !
@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
Morabi જિલ્લામાં Vankaner તાલુકાના ગારીડા ગામ પાસે ડુંગરાળ વિસ્તારમાં પેટાળમાંથી લાવા નીકળ્યો હતો જે બનાવની જાણ સરપંચે કરતા ખાણ ખનીજની ટીમ અને મામલતદાર સહિતના દોડી ગયા હતા અને સર્વે કામગીરી કરવામાં આવી હતી.
વાંકાનેર તાલુકાનાં ગારીડા ગામના મહિલા સરપંચના પતિ યુનુસભાઈ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગારીડા ગામે મહિકા જવાના રોડ પર ડુંગરાળ વિસ્તાર આવેલો છે. જ્યાં બે દિવસથી વરાળ સાથે લાવારસ નીકળે છે ગઇ રાત્રીના પણ વરાળ સાથે લાવા નીકળ્યો હતો જેથી સરપંચે ખાણ ખનીજ વિભાગને બનાવ અંગે જાણ કરી હતી.
જેથી અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ પરથી નમુના લઈને પૃથક્કરણ માટે મોકલી દેવામાં આવ્યા છે તે ઉપરાંત જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમને પણ જાણકારી કરી દેવામાં આવી છે જેથી ટીમ તપાસ અર્થે ગામ ખાતે આવી શકે છે તો બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસનાં વનરાજસિંહ બાબરિયા સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પર પહોંચી હતી