ભારતના કર્ણાટકમાં 21માં National Federation Cupમાં અંડર 20 એથલેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના સાબરકાંઠાના આદિવાસી વિસ્તારની Nirama Asariએ લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતતા sabarkantha જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમજ આગામી સમયમાં Olympicsમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા અને અપેક્ષા પણ વ્યક્ત કરી છે.
Sabarkanthaના vijaynagarના ભાખરા ગામની Nirama Asariએ ચેન્નાઇ ખાતે યોજાયેલી 21મી National Federation Cupમાં અંડર 20 ચેમ્પિયનશિપ અંતર્ગત 5.88 મીટરની લાંબી કૂદમાં Silver medal જીતી sabarkantha સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આદિવાસી વિસ્તારમાંથી આવે છે નિરમા
એક જ વર્ષમાં સતત ત્રણ મેડલ જીતી Nirama Asari એ આગવી ઓળખ ઊભી કરી છે. સામાન્ય રીતે કોઈપણ એથ્લેટિક રમતમાં ખેલાડીની પ્રેક્ટિસ અને જીતનો આશાવાદ હંમેશા નવા પરિણામ આપતા હોય છે. ત્યારે સાબરકાંઠાની આ દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ હાંસલ કરી આગામી સમયમાં ઓલમ્પિકમાં પણ શ્રેષ્ઠ પરિણામ આપવાની સાથોસાથ ગોલ્ડ મેડલ થકી ગુજરાત અને ભારતનું નામ રોશન કરવાની આશા રાખી રહી છે. જોકે ગુજરાત તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં રહેતી આ દીકરી છેલ્લા બે વર્ષથી હિંમતનગર એકેડેમી અંતર્ગત વિશેષ તાલીમ મેળવી રહી છે. તેમજ આગામી સમયમાં હજુ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવવાની આશા રાખી રહી છે.
પ્રતિયોગીતામાં 28 રાજ્યોમાંથી આવ્યા હતા ખેલાડીઓ
તમિલનાડુના ચેન્નાઈમાં 21માં નેશનલ ફેડરેશન કપમાં અંડર 20 એથલેટિક ચેમ્પિયનશિપ માં દેશના 28 રાજ્યોમાંથી 675 જેટલા ખેલાડીઓ ભાગીદાર બન્યા હતા. જેમાં ગુજરાત વતી લાંબી કુદ અંતર્ગત નિરમા અસારી એકમાત્ર ખેલાડી હતા. તેમની 5.88 મીટર લાંબો કૂદકો મારી સિલ્વર મેડલ મેળવ્યો છે.
નિરમાની જીત પાછળ તેમના કોચનો વિશેષ ફાળો
જોકે કોઈ પણ ખેલાડીની જીત પાછળ તેના કોચનો વિશેષ હાથ હોય છે. ત્યારે નિરમા અસારીની જીત પાછળ પણ હિંમતનગર સ્પોર્ટ સંકુલના કોચનો વિશેષ ભાગ રહેલો છે. ત્યારે સાબરકાંઠાના સ્પોર્ટ સંકુલ અંતર્ગત આગામી સમયમાં નિરમા પહેલેથી જ રમત પ્રત્યે આત્મીયતા રાખી રહ્યા છે, તેમજ જીતના જોશ સાથે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેના પગલે તેમના કોચનું પણ માનવું છે કે, આગામી સમયમાં આ ખેલાડી ગુજરાત સહિત ભારતનું નામ રોશન કરશે, તેમજ ઓલમ્પિક લેવલે મેડલ મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે.
ઓલિમ્પિકમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીતવાનું સપનું
અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાત કક્ષાએ પ્રથમ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યા બાદ આગામી સમયમાં નિરમાને આગામી ઓલિમ્પિકમાં ભારતનું નામ વિશ્વ કક્ષાએ ગુંજતું કરવું છે. ત્યારે વિજયનગરના આદિવાસી ક્ષેત્રના છેવાડાના ગામથી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર નિરમા અસારીની આશા અને અપેક્ષા આગામી સમયમાં પૂરી થાય તેવી જિલ્લાના પ્રજાજનો અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે ,કે આગામી સમયમાં નિરમાની ઓલિમ્પિકમાં મેડલની અપેક્ષા ક્યારે પરિપૂર્ણ બને છે.