Karnataka Result: કર્ણાટક વિધાનસભા માટે મતગણતરી હાલ ચાલી રહી છે. પ્રારંભિક વાળનો પણ આવવાના શરુ થઈ ચુક્યા છે. ત્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માટે ખાસ મહત્વની છે. કારણ કે તેઓ કર્ણાટકના વાતની છે. અને કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ પણ છે. અધ્યક્ષ બન્યા બાદ વતનમાં પહેલી ચૂંટણી યોજાઈ છે. આવામાં તેમના માટે આ ચુંટણું મહત્વ અનેક ગણું વધી જાય છે.
તેઓ પોતાને કર્ણાટકનો ‘ભૂમિપુત્ર’ કહેતા થાકતા નથી. કર્ણાટકના ‘ભૂમિપુત્ર’ માટે આ વિધાનસભા ચૂંટણી એટલા માટે પણ ખૂબ મહત્વની છે કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આ તેમની પ્રથમ ચૂંટણી છે અને તેઓ પોતાના ગૃહ રાજ્યમાં પાર્ટીને વિજય તરફ દોરીને પોતાની ઇનિંગની શાનદાર શરૂઆત કરી શકે છે.
રાજ્યમાં 10 મેના રોજ મતદાન થયું હતું અને આજે એટલે કે શનિવાર એટલે કે 13 મેના રોજ મતગણતરીનું કામ ચાલી રહ્યું છે. karnataka રાજ્યની તમામ 224 વિધાનસભા બેઠકો પર મતદાન બાદ 10 મેના રોજ જ તમામ ટીવી ચેનલોએ એક્ઝિટ પોલ દર્શાવ્યા હતા. લગભગ તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે દર્શાવવામાં આવી છે. જો કે કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બહુમતી પાર કરતી દર્શાવી હતી, મોટાભાગનાએ તેમને સૌથી મોટી પાર્ટી હોવા છતાં બહુમતીથી દૂર હોવાનું જણાવ્યું હતું.
કર્ણાટક ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણી પહેલાની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે માટે એ વધુ મહત્વનું બની જાય છે કે તેમના નેતૃત્વમાં પાર્ટી તેમના રાજ્યની પ્રથમ ચૂંટણી જીતે. રાજ્યમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ટ્રેન્ડ ચાલુ છે. જેમ જેમ મતગણતરી આગળ વધશે તેમ તેમ એ પણ સ્પષ્ટ થશે કે કર્ણાટક તેના ‘ભૂમિ પુત્ર’ પર કેટલો પ્રેમ વરસાવ્યો છે.