@પી. ડી ડાભી, તળાજા ભાવનગર
ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ Science Center (આર.એસ.સી) ભાવનગર ખાતે “પ્રવાસી પક્ષી એટલે કે વિદેશ થી પધારેલ ભારતભર નાં વિવિધ સરોવર કાંઠે આવી વસતાં પક્ષીઓ” એટલે કે “વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે” ની(World Migratory Bird Day) ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે મે અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારને ‘વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ'(World Migratory Bird Day) તરીકે ઉજવવામાં આવે છે. પક્ષીઓની તંદુરસ્ત વસ્તીનું જતન કરીને સંવર્ધન, બિન-સંવર્ધન તેમજ સ્થળાંતર કરનારા પક્ષીઓના વસવાટને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે પક્ષીઓ પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે જરૂરી છે. પક્ષીઓ કુદરતના સંદેશવાહક છે, તેથી જ સ્થળાંતર કરનારા પક્ષીઓના સ્થળાંતરને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણીય જોડાણ અને અખંડિતતાને પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.
ભાવનગરના દરિયાકાંઠાના શહેરમાં વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ છે જે લેસર ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો, પાઈડ, એવોસેટ, રડી શેલ ડક વગેરે જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓને આકર્ષે છે. કુંભારવાડા સોલ્ટ પેન, વિક્ટોરિયા નેચર પાર્ક અને વેળાવદર નેશનલ પાર્ક આ પક્ષીઓનું ઘર છે.જેમાં આપણુ રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર પણ આ પક્ષીઓને નિહાળવા માટેનું ઊભરતું સ્થળ છે.
World Migratory Bird Day 2023ની થીમ
આ વર્ષે વર્લ્ડ માઈગ્રેટરી બર્ડ ડે (World Migratory Bird Day)2023 ની થીમ છે ‘વોટર: સસટેઇનીન્ગ બર્ડ લાઇફ’ થીમ અને સૂત્ર યાયાવર પક્ષીઓ માટે પાણીના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આપણા ગ્રહ પર જીવન માટે મૂળભૂત છે. ગયા વર્ષે 2022 માં, વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસની થીમ ‘સ્થાયી પક્ષીઓ પર પ્રકાશ પ્રદૂષણની અસર’ હતી.
“વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે” ની ઉજવણી નિમિત્તે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરના મુલાકાતીઓ તથા વિધ્યાર્થીઓ માટે “વલ્ડ માઇગ્રેટરી બર્ડ ડે” શા માટે ઉજવવામા આવે છે? તે ટોપિક પર શ્રી પ્રતિક સિધપરા તથા રિધ્ધિ જોષી દ્વારા એક લેક્ચર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને સાથે મુલાકાતીઓ તથા વિધ્યાર્થીઓને રિજિયોનલ સાયન્સ સેન્ટરની બાયો સાયન્સ ગેલેરીમાં ”વલ્ડ માઇગ્રેટરી બર્ડ ડે” પર એક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના ક્યુરેટર ડો. પાયલ પંડિતની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ.