મીડિયામાં ફેન ફોલોઇંગ વધારવા આજના યુવાનો કઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. ગમે તેવા રિસ્કી સ્ટન્ટ કે પ્રતિબંધિત હથિયાર સુધી ઉપાડી એ છે. અને અનેક વખત તેના માથા પરિણામો પણ ભોગવવા પડતા હોય છે. હાલ માં કેશોદમાં એક આવો જ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં કેટલાક યુવકો હાથમાં સાપ પકડી ઉભા છે. અને આ ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.
રોકી ભાઈ નામના આઈડી પરથી વાઇરલ કરવામાં આ ફોટામાં જોવા મળતો સાપ ઝેરીલા સાપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક નાનકડી ભૂલ આ ત્રણેય યુવકોનો જીવ લઇ શકે છે. સાથે કહેવાય રહ્યું છે કે, ઝેરીલા સાપ સાથેના યુવાનો કેશોદના જ રહેવાસી છે. યુવાન દ્વારા હાથમાં પકડેલ સાપ અતિ ઝેરી હોવાનું અનુમાન છે. જો કે હાલમાં આ અંગે વન વિભાગ તપાસ કરશે? કેમ તે એક શઁકાનો વિષય છે. સાથે વન્ય જીવોને પોતાના અંગત શોખ ખાતર ઉપયોગ કરવો તે પણ કાયદાની દ્રષ્ટિએ ગુણી બને છે. હવે જોવાનું છે કે કેશોદ વેન વિભાગ આ બાબતે શું પગલાં ભરે છે. અને યુવાનો વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે.