કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં congress ઓઉરણ બહુમત પ્રાપ્ત કર્યો છે. કોંગ્રેસે આ ભવ્ય જીતનો શ્રેય રાહુલ ગાંધીની “ભારત જોડો યાત્રા”ને આપ્યો છે. છેલ્લા છ મહિનામાં આ કોંગ્રેસની બીજી જીત છે. અગાઉ હિમાચલમાં પણ કોંગ્રેસે શાનદાર વિજય મેળવ્યો હતો.
congress ના કાર્યકરોમાં પણ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે. ઘણા વર્ષો બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આવો ઉત્સાહ જોવા મળ્યો છે. તો આ જીત બાદ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ તો વર્ષ 2024ની લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે ત્યાં સુધીનો આશાવાદ વ્યક્ત કરી દીધો છે. અને કેમ ન હોય. વર્ષો બાદ આટલા પૂર્ણ બહુમત સાથે કોંગ્રેસને જીત મળી છે.
દક્ષિણ ભારતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા કર્ણાટકમાં ભાજપના કિલ્લાને ધ્વસ્ત કરીને કોંગ્રેસ ચોક્કસપણે મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે, તેમ કહી શકાય. લાંબા સમય બાદ મોટા રાજ્યમાં કોંગ્રેસનો વિજય થયો છે.
આ જીત બાદ congress નું મનોબળ ચોક્કસપણે વધશે. કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી રાજકીય રીતે ખૂબ જ મજબૂત છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષને એકજુટ કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ત્યારે શક્ય છે કે હવે કોંગ્રેસ આ પ્રયાસનું કેન્દ્ર બિંદુ બની શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસનો વિપક્ષી ગઠબંધનને એકજુટ કરવાનો કોંગ્રેસ પ્રતિનિધિત્વ કરી શકે છે. અત્યાર સુધીમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ખાસ સફળતા મળી ના હતી. અને કાર્યકરોનો વિશ્વાસ પણ ડગી રહ્યો હતો. પરંતુ આ જીત થી કોંગ્રેસના નાના મોટા તમામ નેતાઓનો વિશ્વાસ મજબૂત થયો છે. મોટા રાજ્યમાં મોટી માર્જીનથી જીત્યા છે.
જોકે ઘણા રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ એકબીજા સાથે ગઠબંધન કરી લીધું છે. બિહારમાં કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઈટેડનું મહાગઠબંધન સત્તા પર છે. ઝારખંડમાં પણ ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીનું ગઠબંધન સત્તામાં છે. ગયા વર્ષે સરકાર બદલાઈ ત્યાં સુધી મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું મહાવિકાસ અઘાડી ગઠબંધન સત્તામાં હતું. રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી તેને રાષ્ટ્રીય કે સ્પષ્ટ સ્વરૂપ મળ્યું નથી.
આમ તો congress દેશની સૌથી જૂની અને મોટી પાર્ટી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે બેકફૂટ પર આવી ગઈ છે. પરંતુ હવે કર્ણાટક જેવા મોટા રાજ્યમાં મળેલી બમ્પર જીત બાદ તે પોતાને વધુ સેફ અને મજબૂત ફીલ કરી શકે છે.
હવે આગામી સમયમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહેશે તો તે કોંગ્રેસને વધુ મજબૂત બનશે. અને આગામી લોકસભા ચૂંટણી માટે પણ પૂર્વ તૈયારી છે. અને આ રાજ્યોમાં જો જીત મેળવશે તો ચોક્કસથી વિપક્ષી એકતાનું કેન્દ્રબિંદુ બની શકે છે. રાજ્ય સ્તરે તો વિપક્ષ એકજુટ થઇ ગયો છે હવે તેને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની જરૂર છે.