ગત અઠવાડિયે મળી ગયેલ ગુજરાત સ્ટેટ Boxing એસો. ની વાર્ષિક સામાન્યસભામાં એસો. ના ટ્રેઝ૨૨ Manish Makvanaને એસો. ના વર્કિંગ પ્રેસીડેન્ટનો વધારાનો ચાર્જ સર્વાનુમતે આપવામાં આવેલ છે. એસો. ના હાલના પ્રમુખને પરદેશ જવાનું હોવાથી તથા તેઓની અન્ય જવાબદારીઓના કારણે સમય આપી શકે તેમ ના હોવાથી તેમની જવાબદારી મનીષ મકવાણાને સોંપવામાં આવી છે.
જેઓ આગળની ટુર્નામેન્ટો, કોચીંગ કેમ્પ, ગુજરાતની ટીમને નેશનલમાં મોકલવાની, રાજ્ય સરકારમાંથી આર્થિક સહાય મેળવવાની જવાબદારી સંભાળશે. મનીષ મકવાણા પોતે પણ એક સારા બોક્સર હતાં જેઓએ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે તથા ગુજરાતમાં હાલમાં યોજાઇં ગયેલ ૩૬મી નેશનલ ગેઇમ્સની બોક્સીંગની સ્પર્ધાના આયોજનની મહત્વની જવાબદારી સફળતા પૂર્વક બજાવેલ છે. તેમના આ અનુભવને ધ્યાન પર લઇને જ તેમને એસો. ના વર્કિંગ પ્રેસીડેન્ટની જવાબદારી સોંપવામાં આવેલ છે.