શિક્ષકોની બદલીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે, લાંબા સમયથી રાહ જોઇ રહેલા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રથમ વાર નવા બદલી નિયમો આધિન આંતરિક બદલી કેમ્પ
લાંબા વિવાદ બાદ થોડા સમય અગાઉ જ બદલી મુદ્દે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ પ્રથમ વાર નવા નિયમો આધિન પ્રથમવાર જિલ્લા આંતરિક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 02 જૂનથી 1 જુલાઈ 2023 સુધી યોજાશે.
લાંબી લડત બાદ નવા નિયમો જાહેર કરાયા હતા
બે વર્ષની લડત બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરાયા હતા. પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાયો હતો. 2 વર્ષથી આ મુદ્દા અંગે નહોંતુ આવતું કોઈ નિરાકરણ. ત્યારે લાંબા સમયથી અટકી પડેલી શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી થશે શરૂ કરાઈ. જિલ્લા વિભાજન અન્વયે થતી બદલીઓનો ઠરાવમાં સામાવેશ કરાયો છે. શિક્ષણ વિભાગના નિર્ણયથી 40 હજારથી વધુ શિક્ષકોમાં આનંદની લાગણી છે. નવું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય તે પહેલા બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.
શું હતી શિક્ષકોની માગણીઓ?
એપ્રિલ 2022માં સરકારના સુધારા ઠરાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. સરકારના નિર્ણય વિરુદ્ધ શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં 250થી વધુ પિટીશન કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી હતી. શિક્ષકોની બદલી અંગે શિક્ષક સંઘે પણ સરકાર સાથે 6 બેઠકો કરી હતી.
250થી વધુ પિટિશન થઈ હતી
અત્રે ઉલ્લેખીય છે કે, ગત એપ્રિલ 2022ના રોજ થયેલા સુધારા ઠરાવ સામે વાંધો પડતાં શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં 250થી વધુ પિટિશન હાઈકોર્ટમાં કરાઈ હતી. હાઈકોર્ટમાં મામલો પહોંચતાં બદલી કેમ્પ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પુ મોકુફ રહેતા અટકી પડી હતી. જો કે, થોડા દિવસ અગાઉ શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યો હતા અને ત્યારબાદ હવે કેમ્પ જાહેર કર્યો છે.