- બાળકને બાળમજૂરી તરફ ધકેલવામાં મા-બાપની ભૂમિકા મોરુકા ગામમાં જોવા મળી
- તાલાલા તાલુકાના મોરુકા ગીર ગામમાં એક નાની ઉંમરનો બાળક ધખમખતા તડકામાં ચલાવી રહ્યો છે ગોલા બરફ ની લારી
અશિક્ષત અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારોના બાળકો બાળ મજૂરી(Child labor) તરફ વળતા હોવાની બાબતમાં તેઓના માતા-પિતાની ભૂમિકા રહેલી હોય છે. જેથી આવા પરિવારનું નાનું બાળક બચપણના મુકત ગગનમાં વિહરવાના બદલે જવાબદારી નિભાવવા મજૂરીની ગર્તામાં ધકેલાઇ જાય છે.
જેના કારણે આવી લારીઓમાં કામ કરતા જોવા મળે છે બાળમજૂરો(Child labor) દયાજનક સ્થિતિમાં જોવા મળે છે. એવો જ એક કિસ્સો મોરુકા ગીર ગામમાં જોવા મળ્યો છે. આ બાળકનો વીડિયો પણ વાયરલ થયો છે જેમાં આવા બાળકને માનસિક બોજ આપીને પરિપકવ બનાવવાની સ્પર્ધામાં અનેક બાળકો અભ્યાસની સાથે ઇત્તર પ્રવૃતિમાં સફેદ મજૂરી કરી રહ્યાનું જોવા મળે છે.
સિરિયલ, ડાન્સ સહિતની સ્પર્ધામાં ટેલેન્ટ માટે મા-બાપ દ્વારા કરાવાતા અથાક પરિશ્રમમાં બાળક બાળપણ ગૂમાવી બેસે છે. ત્યારે બાળકોની કાળી મજૂરી અને સફેદ મજૂરી વચ્ચેની ભેદરેખા ભૂલાવીને બાળપણ છીનવતા ક્ષેત્રમાં કાર્ય કરતા બાળકો માટે કાયદાનું શસ્ત્ર એકસરખું રાખવું જરૂરી હોવાનો મત કાયદાવિદ્દો વ્યકત કરી રહ્યા છે. આવા નાના બાળકો જે બાળમજૂરી કરી રહ્યા છે તેમના માતા પિતા વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.તેવી લોક માંગ ઉઠવા પામી છે.